બીસીઆઇએ નીતિગત ર્નિણયો લેવા ઍટર્ની જનરલ અને સૉલિસિટરની મંજૂરી લેવી જરૂરી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
02, સપ્ટેમ્બર 2026  |   3564

સુપ્રીમ કોર્ટે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા  (BCI)  ના કાર્યપદ્ધતિ અંગે એક મહત્વપૂર્ણ આદેશ જારી કર્યો છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે મનન કુમાર મિશ્રાના નેતૃત્વ હેઠળની BCI  હવે એકલા મોટા નીતિગત ર્નિણયો લઈ શકશે નહીં. 

આવા ર્નિણયો માટે એટર્ની જનરલ અને સોલિસિટર જનરલની સક્રિય ભાગીદારી અને સંમતિની જરૂર પડે છે.CJIસૂર્યકાંતની આગેવાની હેઠળની ત્રણ સભ્યોની બેન્ચે જણાવ્યું હતું કે મનન કુમાર મિશ્રા લોકશાહી રીતે ચૂંટાયેલા કાયમી અધ્યક્ષ નથી. તેઓ હાલમાં પ્રો-ટેમ ચેરમેન તરીકે કાર્ય કરી રહ્યા છે. રાજ્ય બાર કાઉન્સિલ માટે નવી ચૂંટણીઓ યોજાય અને નવી BCI  ચૂંટાય ત્યાં સુધી તેમનો અધિકાર મર્યાદિત રહેશે. સુપ્રીમ કોર્ટના જણાવ્યા અનુસાર, વર્તમાન પદાધિકારીઓ હાલમાં BCIના નિયમિત અને વહીવટી કાર્યનું સંચાલન કરશે. તેમની પાસે મુખ્ય નીતિગત ર્નિણયો લેવાનો અધિકાર રહેશે નહીં. આ આદેશ BCI  ચેરમેન પદ પરથી મનન મિશ્રાને દૂર કરવાની માંગ કરતી અરજીઓ પર આવ્યો છે.

અરજદારોનો આરોપ હતો કે બિહારના ભાજપના રાજ્યસભા સાંસદ મનન મિશ્રા ૨૦૧૨ થી સતત BCI ચેરમેન પદ સંભાળી રહ્યા છે. અરજદારોએ BCI  દ્વારા સ્થાપિત “પર્લ ફર્સ્ટ” ટ્રસ્ટ અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા છે. આ ટ્રસ્ટ ગોવામાં ઇન્ટરનેશનલ યુનિ. ઓફ લીગલ એજ્યુકેશન એન્ડ રિસર્ચનું સંચાલન કરે છે.સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે નવી BCI ની રચના અંગે ર્નિણય તમામ રાજ્ય બાર કાઉન્સિલની ચૂંટણીઓ પછી લેવામાં આવશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution