ભગવાન શિવને શ્રાવણ મહિનો અતિ પ્રિય છે. આ મહિને મહાદેવની આરાધનાથી પુણ્ય મળે છે. શ્રાવણમાં ભક્તો પોતાની મનોકામનાની પૂર્તિ માટે ભોલેનાથની પૂજા કરે છે. માન્યતા છે કે આ સમયે કરાયેલી શિવજીની પૂજા અપાર પુણ્ય આપે છે. પરંતુ શું તમે જાણો છો કે ભોલેનાથને નીલકંઠ પણ કહે છે અને આ નામ પાછળ ખાસ પૌરાણિક કારણ જોડાયેલું છે. 

પૌરાણિક કથા અનુસાર જ્યારે દેવતા અને દાનવોએ મળીને સમુદ્ર મંથન કર્યું ત્યારે હળાહળ વિષ નીકળ્યું. વિષના પ્રભાવથી સૃષ્ટિ પર ભય ફેલાયો. આ સમયે સૃષ્ટિની સુરક્ષા માટે મહાદેવે વિષપાન કર્યું હતું. શિવજીએ આ વિષને તેમના કંઠની નીચે ધારણ કર્યું હતું પણ ગળાની નીચે ન જવા દીધું. વિષના પ્રભાવથી ભોલેનાથનો કંઠ ભૂરો પડ્યો અને તેમનું નામ નીલકંઠ પડ્યું.  

વિષનો પ્રભાવ શિવજી પર અસર કરવા લાગ્યો ત્યારે આખો મહિનો આ પ્રભાવની અસર ઓછી કરવા ધનઘોર વર્ષા થઈ. અત્યાધિક વર્ષાથી સૃષ્ટિને બચાવવા શિવે પોતાના મસ્તક પર ચંદ્ર ધારણમ કર્યો. કહેવાય છે ચંદ્રમા શીતળતાનું પ્રતીક છે અને ભગવાન શિવને તેનાથી શીતળતાનો અહેસાસ થયો. આ ઘટના શ્રાવણ મહિનામાં બની હતી. આ કારણે શ્રાવણ અને શિવજીને સીધો સંબંધ માનવામાં આવે છે અને તેમની પૂજા અર્ચના કરવામાં આવે છે.

ભગવાન શિવે પ્રકૃતિને જળ પ્રલયથી બચાવી માટે આ સમયથી શિવજીને જળ ચઢાવવાની પરંપરા બની. કહેવાય છે કે શ્રાવણમાં શિવજીને જળાભિશેક પણ કરવામાં આવે તો મુશ્કેલીઓથી બચી શકાય છે.