ધનતેરસ કારતકની કૃષ્ણ ત્રયોદશીએ મનાવવામાં આવે છે. આ વર્ષે ધનતેરસ શુક્રવારે, 13 નવેમ્બરનાં રોજ છે. આ વખતે ધનતેરસમં સાંજનો સમય પૂજા માટે યોગ્ય માનવામાં આવે છે. પૂજાનો શુભ સમય સાંજે 5.28 મિનિટથી સાંજે 5.59 મિનિટનો છે. આ વર્ષે આ 30 મિનિટ ધનતેરસની પૂજા માટે શ્રેષ્ઠ સમય છે. આ સાથે તે દિવસે નીચે જણાવેલી પાંચમાંથી એકપણ વસ્તુની ખરીદી કરશો તો લક્ષ્મીમાની  કૃપા તમારા પર વરસશે અને તમને ધનલાભ થશે. દિવાળીના 2 દિવસ પહેલાં ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવે છે. ધનતેરસના દિવસે ધનના દેવતા ભગવાન કુબેરની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ખરીદી કરવી પણ ખૂબ જ શુભ ગણાય છે. આવો આપને જણાવીએ કે ધનતેરસના દિવસે કઈ કઈ ચીજોની ખરીદી કરવી શુભ ગણાય છે.

વાસણ - ધનતેરસના દિવસે વાસણની ખરીદી કરવી શુભ ગણાય છે. તે સમયે પીત્તળની ધાતુથી બનેલું વાસણ અવશ્ય ખરીદો. આ પાછળ માન્યતા છે કે જ્યારે ભગવાન ધનવંતરી પ્રકટ થયા, તો તેઓ એક પાત્રમાં અમૃત લઈને આવ્યા હતા. આ કારણે આ દિવસે વાસણની ખરીદી કરવી શુભ ગણાય છે.

કોડી - સમુદ્ર મંથન દરમિયાન જ્યારે લક્ષ્મીજી પ્રકટ થયા હતા, તો તેમની સાથે કોડી પણ આવી હતી. કોડી લક્ષ્મીજીને ખૂબ જ પ્રિય હોય છે. ધનતેરસના દિવસે કોડીઓ ખરીદીને તમે કબાટમાં રાખી શકો છો. કોડી રાખવાથી ધનની હાનિ નથી થતી.

ચાંદી - ધનતેરસના દિવસે ચાંદીના વાસણ કે સિક્કા ખરીદી શકો છો. તેનાથી ઘરમાં યશ, કીર્તિ, એશ્વર્ય અને સંપદામાં વધારે થાય છે.

ધાણાં - ધનતેરસના દિવસે ધાણાં ખરીદવા શુભ મનાય છે. ધનતેરસના દિવસે ધાણાંના બીજ ખરીદીને દિવાળીના દિવસે ઉગાડો. આમ કરવાથી ધનનું નુક્સાન નથી થતું. સાથે જ આર્થિક સમસ્યાઓથી છૂટકારો મળે છે.

દિવાળી પૂજનનો સામાન - ધનતેરસના દિવસે જ દિવાળીના મહાપર્વની શરૂઆત થાય છે. દિવાળી સંબંધિત ખરીદી પણ આ જ દિવસે કરવામાં આવે છે. લક્ષ્મી-ગણેસની મૂર્તિ, પૂજાપો અને માટીના દીવા ધનતેરસના દિવસે જ કરીદી લેવા જોઈએ.