મુંબઈ

સુત્રોના હવાલાથી પ્રાપ્ત જાણકારી અનુસાર આઈપીઓ લોન્ચ કરવાની તૈયારીમાં લાગી ફૂડ ડિલીવરી કંપની ઝોમેટોને ઑનલાઇન ગ્રોસરી સ્ટાર્ટઅપ ગ્રોફર્સમાં રોકાણ કરવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર એવા સમયે થયો છે જ્યારે કોરોના મહામારી દરમિયાન દેશમાં ઑનલાઇન ગ્રોસરી ખરીદી કરતા લોકોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. આ બાબતની જાણકારી રાખવા વાળા સૂત્રોએ મનીકોન્ટ્રોલને જણાવ્યું હતું કે આ સોદા પર અધિકારીક રૂપથી ૨૯ જૂન ૨૦૨૧ એટલે કે આજે જ હસ્તાક્ષર કરવામાં આવ્યો છે. આ કરાર હેઠળ ઝોમેટો ગ્રોફર્સમાં ૧૨ કરોડ ડૉલરનું રોકાણ કરશે. આ રોકાણ માટે ગ્રોફર્સનું વેલ્યૂએશન ૧ અબજ ડૉલર રાખવામાં આવ્યું છે.

આ રોકાણ સાથે ગ્રોફર્સ એક યૂનિકૉર્ન બનશે. જણાવી દઇએ કે યુનિકૉર્ન શબ્દનો ઉપયોગ તે પ્રાઇવેટલી ફંડેડ ટેક્નોલૉજી સ્ટાર્ટઅપ્સ માટે કરવામાં આવે છે જેનું વેલ્યૂએસન ૧ અબજ ડૉલર અથવા તેથી વધુ છે. ઉલ્લેખનીય છે કે સૂત્રોએ ૧૮ જૂને જ કહ્યું હતું કે ઝોમેટો અને ગ્રોફર્સ આવા પ્રકારના કોઇ કરારની તૈયારીમાં છે અને જલ્દી જ તેની ઘોષણા થઈ શકે છે.

તમને એ પણ યાદ અપાવીએ કે ગ્રોફર્સ ના કૉ-ફાઉન્ડર સૌરભ કુમારે ૧૮ જૂને જાહેરાત કરી હતી કે તે ગ્રોફર્સ માંથી બહાર નીકળી રહ્યો છે. જણાવી દઈએ કે ૮ વર્ષ પહેલા તેમણે સીઈઓ અલબિંદર ઢીંઢસા સાથે મળીને ગ્રોફર્સનો પાયો નાખ્યો હતો. જોકે સૌરભ કુમાર કંપનીની ઑપરેશનલ ભૂમિકાથી દૂર થઈ ગયા છે પરંતુ તે કંપનીના બોર્ડમાં શેર હોલ્ડર રીતે સામેલ રહેશે. એ પણ નોંધવું જોઇએ કે ગ્રોફર્સનો સૌરભ કુમાર અને અલબિન્દેર બન્નેમાં ૮ ટકાથી ઓછો હિસ્સો છે. હાલમાં ગ્રોફર્સમાં બહુમતી હિસ્સો સૉફ્ટ બેન્ક પાસે છે. આ સિવાય ટાઇગર ગ્લોબલ, સિક્વિઓ કેપિટલ, ડીએસટી ગ્લોબલએ પણ ગ્રોફર્સમાં રોકાણ કર્યું છે.

તેમાંથી સિક્વિઓ કેપિટલ ઝોમેટોના પ્રારંભિક રોકાણકારોમાંનું એક છે. આ સમાચાર પર ગ્રોફર્સના સ્પોક પર્સને કહ્યું કે અમે બજાર અટકલો પર કોઈ ટિપ્પણી નથી કરતા. ઝોમેટોએ પણ આ સમાચારની પુષ્ટિ નથી કરી.