મુંબઈ-

કેટલીક કંપનીઓના મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણકારોના કરોડો રૂપિયા લાગ્યા છે અને આવી અનેક કંપનીઓ હવે પોતાને થયેલું નુકસાન તેમના રોકાણકારોના માથે મારવા માંગે છે, એ જોતાં સુપ્રીમ કોર્ટ આવી કંપનીઓ પાસેથી રોકાણકારોના પૈસા કઢાવી આપવા ચૂકાદો આપે એવી અપીલ કેટલાંક રોકાણકારોના સંગઠનો દ્વારા કરવામાં આવી છે. 

ચેન્નાઈ ફાઈનાન્સિયલ માર્કેટ્સ અને અકાઉન્ટેબિલિટી નામની સંસ્થાએ સુપ્રીમમાં આ મતલબની અરજ દાખલ કરીને કહ્યું છે કે, ફ્રેંકલિન ટેમ્પલ્ટન જેવી કંપનીઓમાં લોકોના નાણા ફસાયા છે અને આવી બીજી દસેક કંપનીઓ હોઈ શકે છે, જેમાં પણ લોકોના કરોડો રૂપિયા રોકાયા છે. આવા રોકાણકારોના આશરે 15 લાખ કરોડ જેમાં ફસાયા છે એવી અનેક મ્યુચ્યુઅલ ફંડની કંપનીઓ પોતાનું નુકસાન હવે રોકાણકારોના માથે નાંખવા માંગે છે અને તેમ થશે તો લોકોના 15 લાખ કરોડ રૂપિયા ડુબી જશે અને એવા રોકાણકારો ભારે આર્થિક ભીડમાં આવી જશે એમ આ સંસ્થાએ કરેલી અરજમાં જણાવાયું છે. આ કંપનીઓએ ગત એપ્રિલ માસમાં કંપની બંધ થવાની જાહેરાત કરી હતી. હાઈકોર્ટના નિર્ણય સામે કર્ણાટકમાં ફ્રેન્કલિન ટેમ્પલ્ટન દ્વારા એક અરજ દાખલ કરવામાં આવી છે. જો કે રોકાણકારોની પૂર્વસંમતિ વિના કંપનીને તેની કોઈપણ યોજના કે ફંડ બંધ ન કરવા કોર્ટે સૂચના આપી છે. કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સેબીએ પણ લોકોના નાણા પરત કરવા જણાવ્યું છે. એક અનુમાન મુજબ, લોકોના અંદાજે 28 હજાર કરોડ આ કંપનીમાં ફસાયા છે.