મુંબઇ 

કોમેડી ક્વીન ભારતી સિંહ અને તેના પિતા હર્ષ લિંબાચીયા આજકાલ ડ્રગના મુદ્દાને લઈને ચર્ચામાં છે. આ બધા વચ્ચે ભારતી અને હર્ષે ગુરુવારે તેમના લગ્નની ત્રીજી વર્ષગાંઠની ઉજવણી કરી હતી. આ મોકા પર ભારતીએ તેમના પતિ હર્ષને ખાસ અંદાજ માં અભિનંદન આપ્યા હતા. ભારતીએ લગ્નની વર્ષગાંઠ પર લગ્ન અને પ્રી-વેડિંગની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેમની આ તસવીરો તેમના ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે અને અને અભિનંદન પણ પાઠવી રહ્યા છે.

કોમેડિયન ભારતી સિંહે તેના ઇન્સ્ટાગ્રામ કાઉન્ટ પર લગ્નના ઘણા ફોટા શેર કર્યા છે. આ તસવીરો શેર કરતાં તેણે લખ્યું કે, 'પ્રેમ એ નથી તે તમે કેટલા દિવસો, કેટલા મહિના અને કેટલા વર્ષો એકબીજા સાથે રહ્યા . પ્રેમ એટલે તમે દરરોજ એક બીજાને કેટલો પ્રેમ કરો છો. હેપી મેરેજ એનિવર્સરી મારા પ્રેમ. ખુબ ખુબ આભાર.' 

ભારતી જ નહીં, પણ હર્ષ લિંબાચિયાએ પણ આ ખાસ પ્રસંગે તેમની પત્નીને વિશેષ રીતે અભિનંદન આપ્યા હતા. ઘણી સુંદર તસવીરો શેર કરતાં તેણે કેપ્શનમાં લખ્યું કે, 'તમે સારા લગ્નની શોધ કરતા નથી, આ એક એવી વસ્તુ છે જેને તમે બનાવો છો અને તમારે હંમેશા તેને બનાવતા રહેવું પડશે. હેપી એનિવર્સરી માય લવ ભારતી સિંઘ. ' 

હર્ષ અને ભારતી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. બંને તેમની નવીનતમ તસવીરો અને વીડિયો ચાહકો સાથે શેર કરતા રહે છે. અને ક તેમના ચાહકો પણ આતુરતાપૂર્વક તેમના સ્ટાર્સના નવીનતમ અપડેટ્સની રાહ જોતા હોય છે.