/
ભુજની અંજલિ બીએલઆઇસી પરીક્ષામાં રાજ્યમાં પ્રથમ આવતા ગોલ્ડ મેડલ

અરવલ્લી,તા.૨૯ 

જીવનનું કોઈપણ લક્ષ્ય સિદ્ધ કરવું હોય તો અર્જુન અને એકલવ્ય જેવી એકાગ્રતા કેળવવી જોઈએ. આ શબ્દો ભુજની અંજલી ભરતભાઈ પીપરાણીને ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવસિઁટીમાં બેચલર ઈન લાઇબ્રેરી એન્ડ ઈન્ફોરમેસન સાયન્સ માં સમગ્ર ગુજરાતમા પ્રથમ ક્રમાંક સાથે ગોલ્ડ મેડલ મળ્યા બાદ પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરતા જણાવ્યું હતું. અમદાવાદ ખાતે આંબેડકર ઓપન યુનિ.ઈ- દીક્ષાંત સમારોહમાં ભુજની અંજલિ પીપરાણીને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને યોજાયેલા ઈ- કાર્યક્રમમાં ગોલ્ડ મેડલ એનાયત કરાયો હતો. અમદાવાદ ખાતે યોજાયેલ ઈ- કાર્યક્રમને સંબોધતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે સ્વાભાવિક છે કે આવા સ્ટુડન્ટ્‌સને રૂબરૂ મળવાનું મન થાય પરંતુ હાલના સંજોગો નજરે ડિજિટલ રીતે મળી રહયા છીએ અને તમામ છાત્રો ભવિષ્યમાં પણ અનેક ગણી સિદ્ધિઓ હાંસલ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.આ ઈ- દીક્ષાંત સમારોહમાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, મંત્રી વિભાવરીબેન દવે, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના મુખ્ય સચિવ અંજુ શર્મા, દેશની તમામ યુનિવસિઁટીના જનરલ સેક્રેટરી ડો. પંકજ મિતલ,ડો. આંબેડકર ઓપન યુનિવસિઁટીના વાઈસ ચાન્સેલર પ્રો. અમી ઉપાધ્યાય જોડાયા હતા. અંજલિ સાથે તેમના માતા-પિતા, તથા દાદીમાં ઉપસ્થિત રહ્યા હતા.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution