મુંબઈ

બિગ બોસમાં ૧૪માં જોવા મળેલી અભિનેત્રી 'નિક્કી તંબોલી'નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી છે. નિક્કીએ જણાવ્યું છે કે આજે સવારે જ ખબર પડી કે તે કોરોના પોઝિટિવ છે. નિક્કીએ સોશિયલ મીડિયા પર લખ્યું, 'આજે સવારે ખબર પડી છે કે હું કોરોના પોઝિટિવ છું. મેં પોતાને ક્વોરન્ટાઈન કરી છે. અને તમામ નિયમોનું પાલન કરી રહી છું. ડોક્ટર દ્વારા જે સૂચનાઓ આપવામાં આવી છે તેનું પાલન કરી રહી છું.

અભિનેત્રી નિક્કી તંબોલીએ લખ્યું, "જેઓ હાલના સમયમાં મારી સાથે સંપર્કમાં આવ્યા છે, તેઓ તેમના પરીક્ષણો કરાવે."

અભિનેત્રીએ તેના કન્સર્ન માટે તેના ચાહકો અને શુભેચ્છકોનો આભાર વ્યક્ત કર્યો છે. આ ઉપરાંત, લોકોને માસ્ક પહેરવા અને કોરોનાથી સંબંધિત તમામ નિયમોનું પાલન કરવાની વિનંતી કરવામાં આવી છે.