/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

‘ગ્રીન બેલ્ટ’ના નામે ભાજપાના કાળા-ધોળા ઃ વિપક્ષી નેતા લાલ-પીળા

વડોદરા, તા.૧૫

અગાઉ ‘અર્બન ફોરેસ્ટ’ તરીકે વિકસાવવા માટે વડોદરા કોર્પોરેશનનીગ્રીન બેલ્ટની કરોડોની કિંમતની જમીનો ભાજપ દ્વારા તેમના નેતાઓ અને મળતીયાઓને સામાજિક સંસ્થાઓના નામે તેમજ વ્યક્તિગત ધોરણે આપીને શાસક પક્ષ ભાજપા દ્વારા વનીકરણના નામે રૂપિયા ૧૦૦૦ કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે જે ગ્રીન બેલ્ટની જમીનોમાં વૃક્ષોનું વાવેતર કરવાને બદલે કેટલાક પ્લોટો પર કોંક્રિટના જંગલો ઉભા કરી દેવામાં આવ્યા છે.અને જે પ્લોટોનો વનીકરણ તરીકે ઉપયોગ ન થયો હોય તેવા તમામ પ્લોટો ૧૫ દિવસમાં પરત લઇ લેવા અને પ્લોટો ઉપર થયેલા ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા માટે વિપક્ષના નેતાએ અલ્ટીમેટમ આપ્યું છે.

કોર્પોરેશનના વિપક્ષના નેતા અમી રાવતે જણાવ્યું હતુ કે, વડોદરા કોર્પોરેશન હસ્તકના પ્લોટને ‘અર્બન ફોરેસ્ટ’ તરીકે વિકસાવવા ગ્રીન બેલ્ટના ૪૬ પ્લોટને ભાજપના નેતાઓએ પોતાની માનીતી સંસ્થાઓને વનીકરણ કરવા માટે આપ્યા હતા. જેમાં વૃક્ષારોપણ કરવાને બદલે કોંક્રિટના જંગલ બનાવી દેવાયા છે. જે કાયદાની દ્રષ્ટીએ ક્રિમિનલ ગુનો બને છે, પરંતુ, જાહેર જીવનના પ્રતિનિધીઓ દ્વારા વનીકરણના નામે ફાળવેલા પ્લોટોમાં વૃક્ષોની જગ્યાએ ગેરકાયદેસર બાંધકામ કરે અને તેની સામે કોઇ કાર્યવાહી કરવામાં ન આવે તો તે શરમજનક બાબત છે.

તેમણે આક્ષેપ કરતા કહ્યુ હતુ કે, કોર્પોરેશનના શાસકો દ્વારા વનીકરણના નામે રૂપિયા ૧૦૦૦ કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. ભાજપના હોદ્દેદારો અને પદાધિકારીઓ તેમજ આગેવાનો દ્વારા સંસ્થાઓ કે વ્યક્તિગત રીતે ‘અર્બન ફોરેસ્ટ’ તરીકે વિકસાવવા ફાળવેલા ગ્રીનબેલ્ટની જમીનમાં ગેરકાયદેસર બાધકામ પણ કરાયુ છે. આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભાના સ્પીકર ઓમ બિરલા, મુખ્યમંત્રી વિજય રૂપાણી, વિધાનસભા સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી, મિનિસ્ટ્રિ ઓફ અર્બનના મંત્રી યોગેશ પટેલ અને સેક્રેટરીને કોર્પોરેશનમાં વનીકરણના નામે આચરવામાં આવેલા રૂપિયા ૧૦૦૦ કરોડની જમીનના કૌભાંડ બાબતે રજૂઆત કરી આ અંગે તપાસ કરાવી યોગ્ય કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી છે.

વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે,આ ૪૬ પ્લોટો પૈકી ૩૬ પ્લોટોોનુ રીન્યુઅલ બાકી છે.તે પ્લોટનો કબ્જાે ત્વરીત પાછો લેવા તેમજ અન્ય ૧૯ પ્લોટોની તપાસ કરી હેતુ સિવાય અન્ય ઉપયોગ થતો હોંય તો તે પણ પાછા લેવા માંગ કરી છે.

જ્યારે પાછલા ૧૦ વર્ષમાં વડોદરા શહેરનું ટ્રી-કવર ૫૦% ઓછું થયું છે અને વૃક્ષો કપાઈ ગયા છે. એનો મતલબ શાશક પક્ષ ભાજપના નેતાઓના આ તાયફા,જાહેરાતો અને “મીશન મીલ્યન ટ્રી”ની બોગસ વાતો કરી હોંવાનુ જણાવી કહ્યુ હતુ કે,ગુજરાત સરકારના વડોદરાના સામાજીક વનીકરણ વિભાગ અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ના સંયુક્ત સર્વેમાં વડોદરા શહેરમાં ૨૦૧૧માં ૭,૪૭,૧૯૩ વૃક્ષ હતા, જે ૨૦૨૦માં ઘટીને ૩,૧૫,૩૫૪થી ૩,૪૭,૧૮૬ સુધી થઈ ગયા છે. એટલે લગભગ ૩-લાખની આસપાસ વૃક્ષો તો કપાઈ ગયા. તો શાશક પક્ષ ભાજપના નેતાઓએ વનીકરણ ક્યાં કર્યું ?

નવા ૭૫ પ્લોટની ફાળવણીના નિયમોમાં સુધારા કરવા માગ

૧. કોઈપણ સંજાેગોમાં ૩-વર્ષની મુદત માટે જ ખાનગી સંસ્થાને પ્લોટની ફાળવણી કરવી

૨. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફક્ત પાણીની સુવિધા જ આપવી.

૩. વનીકરણ પ્લોટ પર કોઈપણ પ્રકારના બાંધકામની પરવાનગી આપવી નહીં.

૪. પ્લોટમાં જાહેરાત કે હોર્ડીંગ્સની પરવાનગી આપવી નહીં.

૫. પ્લોટો જાહેર જનતા માટે ખુલ્લા રાખવા

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution