લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
29, જુલાઈ 2026 |
1089
ગુરુપૂર્ણિમાના પાવન અવસરે ભારતીય જનતા પાર્ટીએ દેશવ્યાપી સમરસતા સંકલ્પ અભિયાનનો પ્રારંભ ગાંધીનગર ખાતેથી કર્યો છે. સંત શિરોમણી રવિદાસ મહારાજની ૬૫૦મી જન્મજયંતિ વર્ષ નિમિત્તે ગાંધીનગરમાં આયોજિત રાજ્યસ્તરીય કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ સમરસતા, સામાજિક એકતા અને સનાતન પરંપરાના મૂલ્યોને સમાજજીવનમાં વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં ગાંધીનગરના મેયર, ધારાસભ્ય, પક્ષના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.