લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
02, ઓગ્સ્ટ 2026 |
2574
ઇન્ડોનેશિયામાંં ૨૭૧ લોકોથી ભરેલી એક ફેરી બોટમાં સમુદ્રમાં અચાનક આગ લાગી ગઈ હતી. આ અકસ્માતમાં ૫ લોકોના મોત થયા છે. જ્યારે ૪૧ લોકો હજુ પણ ગુમ છે. સર્ચ એન્ડ રેસ્ક્યુ અધિકારીઓ દ્વારા બચાવ કામગીરી પૂરજાેશમાં ચાલી રહી છે.
કેપ્ટને અહેવાલ આપ્યો હતો કે જ્યારે આ જહાજ પૂર્વ જાવાના ઇન્ડોનેશિયાના બીજા સૌથી મોટા શહેર સુરાબયાથી દક્ષિણ સુલાવેસીના મકાસ્સાર તરફ જઈ રહ્યું હતું, ત્યારે આ દુર્ઘટના ઘટી હતી.
એજન્સીના ડેટા મુજબ, ફેરીમાં કુલ ૨૭૧ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સવાર હતા. જેમાંથી રવિવાર બપોર સુધીમાં ૨૨૫ લોકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે. સુરાબયા સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓફિસના વડા નાનાંગ સિગિટના જણાવ્યા અનુસાર, અનેક નજીકના જહાજાે બચાવ કામગીરીમાં જાેડાયા છે.
તેમણે જણાવ્યું હતું કે,B Hasnur 26 અને બ્રિટીશ મેન્ટર જહાજાે KMP Mutiara Sentosa 2 પરથી કૂદી પડેલા મુસાફરોને બચાવવામાં મદદ કરી રહ્યા છે. હાલમાં ચાર જહાજાે ફેરીની સાથે છે.