વીજપોલ તોડી આગચંપી કરી આતંક મચાવનાર આકાશ ઠાકોરની બોડકદેવ પોલીસે કરી ધરપકડ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
04, ઓક્ટોબર 2026  |   1683

અમદાવાદના થલતેજ વિસ્તારમાં પોતાના ઘરની બહાર આવેલા વીજપોલ સાથે તોડફોડ કરી અને આગચંપી કરીને સ્થાનિક વિસ્તારમાં ભારે આતંક મચાવવાના ગંભીર મામલે પોલીસે આકાશ ઠાકોર નામના શખ્સની ધરપકડ કરી છે. આ સમગ્ર ઘટનાના ઝ્રઝ્ર્ફ ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં શખ્સ વીજપોલ સાથે તોડફોડ કરતો સ્પષ્ટપણે જાેવા મળી રહ્યો છે. જાેકે, પોલીસ તપાસ દરમિયાન આરોપી માનસિક રીતે અસ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી અનુસાર, વિસ્તારમાં આકાશ ઠાકોરનો ડર એટલો બધો વ્યાપી ગયો હતો કે સ્થાનિક લોકો ભયભીત થઈને તેને આવી હરકતો કરતા રોકવાની હિંમત પણ કરી શકતા નહોતા. અગાઉ પણ તેણે સોસાયટીના રહીશોના ઘરે જઈને ગેરવર્તન કર્યું હોવાના અને રસ્તે જતા વાહનચાલકોને ઊભા રાખીને કારણ વગર માથાકૂટ કરી હોવાના અનેક બનાવો બન્યા છે. સ્થાનિક લોકોએ તેના પરિવારજનોને પણ આ બાબતે અનેકવાર ફરિયાદો કરી હતી. છતાં વારંવારની રજૂઆતો બાદ પણ આકાશની આ હરકતોમાં કોઈ ઘટાડો જાેવા મળ્યો ન હતો.તે જાહેરમાં લોકોને ડરાવવાનું અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવાનું સતત ચાલુ જ રાખતો હોવાથી અંતે સોસાયટીના સભ્યોએ કંટાળીને બોડકદેવ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. અરજી મળ્યા બાદ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. બોડકદેવના પીઆઈના જણાવ્યા અનુસાર, મળેલી અરજીના આધારે પોલીસની ટીમ આકાશના ઘરે તપાસ અર્થે પહોંચી હતી. જાેકે, પૂછપરછ દરમિયાન પરિવારજનોએ મેડિકલ કાગળો રજૂ કરીને જણાવ્યું હતું કે આકાશની માનસિક સ્થિતિ સારી નથી. પોલીસ સમક્ષ તેની માનસિક બીમારીની દવા ચાલતી હોવાના પુરાવા પણ આપવામાં આવ્યા હતા. હાલ પોલીસે પરિવારના સભ્યોને સમજાવ્યા છે અને મળેલી અરજીને ધ્યાનમાં રાખીને આગળની તપાસ ચલાવી રહી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution