લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
02, ઓગ્સ્ટ 2026 |
3366
રશિયાની રાજધાની મોસ્કોમાં શનિવારે સાંજે એક રેસ્ટોરન્ટ નજીક થયેલા વિસ્ફોટમાં ૩ લોકોના મોત થયા છે, ૨૧ લોકો ઘાયલ થયા છે. મધ્ય મોસ્કોમાં એક ખાનગી કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે આ વિસ્ફોટ થયો હતો.
ઘટના દરમિયાન ઘરેલું રીતે તૈયાર કરાયેલા બોમ્બ સાથે પહોંચેલી એક મહિલાનું પણ ઘટનાસ્થળે મોત થયું હતું.દેશની નેશનલ એન્ટી-ટેરરિઝમ કમિટીએ જણાવ્યું હતું કે એક અજાણી મહિલા કુદ્રિન્સ્કાયા સ્ક્વેર સ્થિત બાલ્ઝી રૉસી રેસ્ટોરન્ટમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહી હતી. જાેકે, સુરક્ષા ગાર્ડે તેને રોકી હતી. મહિલા પાસે ઇમ્પ્રોવાઇઝ્ડ એક્સપ્લોસિવ ડિવાઇસ હતું, જે રેસ્ટોરન્ટમાં પ્રવેશતા પહેલાં જ ફાટી ગયું. વિસ્ફોટમાં મહિલા, તેને રોકનાર સુરક્ષા ગાર્ડ અને એક ગ્રાહકના મોત થયા હતા.રશિયન અધિકારીઓએ મહિલાની ઓળખ જાહેર કરી નથી અને તેણે આ પગલું શા માટે ભર્યું તે અંગે પણ કોઈ માહિતી આપી નથી.
તેણે જાણબૂઝીને વિસ્ફોટ કર્યો હતો કે નહીં તે પણ હજુ સ્પષ્ટ નથી. શરૂઆતમાં વિસ્ફોટનું કારણ ગેસ સિલિન્ડર ફાટવું હોવાનું જણાવાયું હતું, પરંતુ બાદમાં રશિયન એન્ટી-ટેરરિઝમ કમિટીએ સ્પષ્ટ કર્યું કે આIEDનો વિસ્ફોટ હતો. હુમલાનું નિશાન રેસ્ટોરન્ટની
બહારની ટેરેસ પર યોજાયેલા એક ખાનગી કાર્યક્રમમાં હાજર મહેમાનો હતા.