મહિલા પહેલવાનોનાં યૌનશોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, ઓગ્સ્ટ 2026  |   3366


દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટે મહિલા કુસ્તીબાજાેના જાતીય સતામણી કેસમાં ભારતીય કુસ્તી મહાસંઘના પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ અને વિનોદ તોમરને નિર્દોષ જાહેર કર્યા છે. ૨૦૨૩માં આ આરોપો સામે આવ્યા બાદ જંતર-મંતર પર ધરણાં સહિત દેશવ્યાપી વિરોધ પ્રદર્શનો થયા હતા. બ્રિજભૂષણે ચુકાદા બાદ કહ્યું કે તેમની વાત સાચી સાબિત થઈ છે. ભારતીય કુસ્તી મહાસંઘ ના પૂર્વ પ્રમુખ અને છ વાર લોકસભા સાંસદ રહી ચૂકેલા બ્રિજભૂષણ શરણ સિંહને દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટે રાહત આપી છે. મહિલા કુશ્તીબાજાે દ્વારા લગાવાયેલા શારીરિક શોષણના ગંભીર આરોપોના મામલે કોર્ટે સોમવારે મહત્ત્વનો ચુકાદો આપતાં ભાજપ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ અને વિનોદ તોમરને સન્માનપૂર્વક નિર્દોષ જાહેર કર્યા છે. આ ચુકાદો સંભળાવવામાં આવે તે પહેલાં સોમવારે સવારે જ બ્રિજભૂષણ શરણ સિંહ રાઉઝ એવેન્યુ કોર્ટ પહોંચ્યા હતા. તે સમયે તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું ફક્ત તે જ સાંભળીશ જે કોર્ટ કહેશે, મારા હાથમાં કશું જ નથી. ચુકાદા બાદ ભાજપના નેતા બ્રિજભૂષણે જણાવ્યું કે, ‘જે દિવસે મારા પર આરોપ લાગ્યા હતા, તે જ દિવસે મેં કહ્યું હતું કે જાે મારા પરના આરોપો સાબિત થશે તો હું ખુશીથી ફાંસીની સજા પણ સ્વીકારી લઈશ. આજે કોર્ટે મને નિર્દોષ જાહેર કર્યો છે અને મારી વાત સાચી સાબિત થઈ છે.


આખી સિસ્ટમ બચાવવામાં વ્યસ્ત હતી : વિનેશ ફોગાટ 

વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ વિજેતા વિનેશ ફોગાટે સોમવારે કહ્યું કે બ્રિજ ભૂષણ શરણ સિંહ સામે જાતીય સતામણીનો કેસ દાખલ કરનાર મહિલા કુસ્તીબાજાે કોર્ટના ર્નિણય સામે અપીલ કરશે. દિલ્હીની એક કોર્ટે સોમવારે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ વડા બ્રિજભૂષણ શરણ સિંહ અને સહ-આરોપી વિનોદ તોમરને નિર્દોષ જાહેર કર્યા. વિનેશ ફોગાટે આ ર્નિણય પર ઊંડી નિરાશા વ્યક્ત કરી. તેમણે આરોપ લગાવ્યો કે સમગ્ર વહીવટ, સરકાર અને તંત્ર શરૂઆતથી જ બ્રિજભૂષણને બચાવવા માટે કામ કરી રહ્યું હતું. ફોગાટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એકસ’ પર પોતાની પ્રતિક્રિયા શેર કરી. તેમણે કહ્યું કે બ્રિજભૂષણ શરણ સિંહને જાતીય શોષણના આરોપોમાંથી નિર્દોષ જાહેર કરવામાં આવ્યાથી મહિલા કુસ્તીબાજાે ખૂબ જ દુ:ખી છે. કુસ્તીઓએ તેમના વકીલોને શક્ય તેટલી વહેલી તકે ર્નિણય સામે અપીલ દાખલ કરવા સૂચના આપી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે તેઓએ આશા ગુમાવી નથી અને તેમની લડાઈ ચાલુ રાખશે. કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે એક તરફ તેઓ યુવા પેઢી સાથે હોવાનો દાવો કરે છે, મહિલા સશક્તિકરણ અને મહિલા અનામત વિશે વાત કરે છે, અને બીજી તરફ તેઓ આવું કરે છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution