લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
08, સપ્ટેમ્બર 2026 |
3762
સ્વાગત પ્રવચનમાં કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, ફ્રેઈટ કોરિડોરની કલ્પના સ્વર્ણિમ ચતુર્ભુજ હાઇવેના જ્યારે અટલજીએ સ્વર્ણિમ ચતુર્ભુજ બનાવ્યો હતો, તેની સાથે સાથે કરવામાં આવી હતી. ૨૦૧૪માં જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની જવાબદારી સંભાળી, તે પહેલા સુધી ફ્રેઈટ કોરિડોરનું કામ ૧ કિલોમીટર પણ કામ થયું નહોતું. આજે દાદરથી જેએનપીટી સુધીનો સંપૂર્ણ ફ્રેટ કોરિડોર પ્રધાનમંત્રીએ રાષ્ટ્રને સમર્પિત કર્યો છે. રેલવેના તમામ સિસ્ટમ્સ જેમા સ્ટેશનનું ઈન્ફ્રાસ્ર્ટ્કચર, ટ્રેક, વીજળીના વાયર, સિગ્નલિંગ ઓપરેટિંગ સિસ્ટમ આ તમામનું આધુનિકીકરણ કરવામાં આવી રહ્યું છે. તેમણે યુવાનોને વંદે ભારત ટ્રેન, અમૃત ભારત, નમો ભારત, અને હવે વંદે ભારતની કાર્ગો ટ્રેન અંગે માહિતી આપી હતી. રેલવેના ૭ મોટા કોરિડોરને ‘ફોર લાઇનિંગ‘ કરવામાં આવી રહ્યા છે, તેમ જણાવી વડોદરાથી રતલામના રૂટ માટે આજે ફોર લાઇનિંગનું કરવામાં આવેલું શિલાન્યાસ આવનારા સમયમાં ભારતીય રેલવેના આધુનિક રૂપનો લાભ આવનારી કેટલીય પેઢીઓને મળશે. તેમણે કહ્યું કે, દેશના વિવિધ ૨૮૦ રેલવે સ્ટેશનોનું રીડેવલોપમેન્ટ થઈ ગયું છે. ‘આર્ત્મનિભર ભારત’ના સંકલ્પથી બુલેટ ટ્રેન ભારતમાં બની રહી છે. આવતા વર્ષે મે-જૂન સુધીમાં ભારતમાં બનેલી ભારતની બુલેટ ટ્રેન ટેસ્ટિંગ માટે રેલવે ટ્રેક પર આવશે અને ટૂંક સમયમાં પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી દ્વારા બુલેટ ટ્રેનનું ઉદ્ઘાટન થશે. બુલેટ ટ્રેનનું સુરતથી વાપી વચ્ચેનું કામ આ વર્ષે ડિસેમ્બરમાં પૂર્ણ થઈ જશે. બુલેટ ટ્રેનમાં વડોદરાથી મુંંબઈ માત્ર ૧-૩૦ કલાકમાં પહોંચી જવાશે.