સીમાંકન-મહિલા અનામત બિલને કેબિનેટની લીલીઝંડી 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
27, નવેમ્બર 2026  |   3168

મોદી સરકારની કેબિનેટ બેઠક આશરે ૪૦ મિનિટ સુધી ચાલી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં સંસદની આગામી કાર્યવાહી અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન બેઠકમાં સીમાંકન બિલને મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત મહિલા અનામત સાથે જાેડાયેલા સંશોધનને પણ મંજૂરી આપવામાં આવી હતી. આગામી ૩૦ નવેમ્બરે લોકસભા અને ૨ ડિસેમ્બરે રાજ્યસભાની કાર્યવાહી બોલાવવામાં આવી છે. સીમાંકન બિલને લઈને ફરી એકવાર રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકારે જરૂરી સંખ્યાબળ એકત્ર કરી લીધું છે. ૩૦ નવેમ્બરે લોકસભા અને ૨ ડિસેમ્બરે રાજ્યસભાની કાર્યવાહી થશે. ૩ ડિસેમ્બરે સત્રનું સમાપન થશે. એટલે કે સરકારે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે અને જરૂરી સંખ્યાબળ એકત્ર કર્યા બાદ લોકસભાના સ્પીકર અને રાજ્યસભાના સભાપતિને સત્ર બોલાવવાની વિનંતી કરી છે. બીજી તરફ, વિપક્ષ સરકારના આ પગલાને ગેરબંધારણીય ગણાવી રહ્યો છે. વિપક્ષનું કહેવું છે કે ન તો તેમને આ અંગે જાણ કરવામાં આવી, ન તો બિલની કોઈ નકલ વહેંચવામાં આવી અને માત્ર ૪ દિવસની નોટિસ પર સત્ર બોલાવી લેવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર પાસે આશરે ૩૫૫ સાંસદોનું સમર્થન છે. આવી સ્થિતિમાં બિલ પસાર કરવામાં કોઈ અડચણ દેખાતી નથી. એપ્રિલ મહિનામાં જરૂરી બે-તૃતીયાંશ બહુમતીના અભાવે આ બિલ પસાર થઈ શક્યું નહોતું. 


સીમાંકન બિલ પર સરકારને દક્ષિણની રૂજીઇઝ્રઁનો સાથ મળવાના સંકેત

મહિલા અનામત અને સીમાંકન બિલને લઈને સંસદના વિશેષ સત્ર પહેલાં રાજકીય હલચલ તેજ છે. સરકાર માટે રાહતના સમાચાર એ છે કે દક્ષિણ ભારતની યુવજન શ્રમિક રાયતુ કોંગ્રેસ પાર્ટી એ પ્રાદેશિક સંતુલન જાળવવાની શરતે સીમાંકન બિલને સમર્થનના સંકેત આપ્યા છે. જાેકે, પાર્ટીએ હજુ સુધી સત્તાવાર સમર્થનની જાહેરાત કરી નથી. સંસદીય કાર્યમંત્રી કિરેન રિજીજૂએ લોકસભાની બેઠક ૩૦ નવેમ્બર અને રાજ્યસભાની બેઠક ૨ ડિસેમ્બરે બોલાવવાની માહિતી આપી છે. સત્ર ૩ ડિસેમ્બર સુધી ચાલવાની સંભાવના છે. YSRCPએ સંકેત આપ્યો છે કે સીમાંકન પ્રક્રિયામાં દેશના તમામ પ્રદેશોનું રાજકીય પ્રતિનિધિત્વ અને પ્રાદેશિક સંતુલન જળવાતું હોય તો પાર્ટી બિલને સમર્થન આપી શકે. લોકસભામાં YSRCPના ચાર સાંસદ છે. દક્ષિણનાં રાજ્યોમાં સીમાંકનને લઈને ચિંતા વ્યક્ત થઈ રહી છે ત્યારે આ પક્ષનું વલણ મહત્વનું બની શકે છે.


શરદ પવારની નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી સીમાંકન બિલનું સમર્થન કરશે

શરદ પવારની પાર્ટી એનસીપી (શરદચંદ્ર પવાર)એ સ્પષ્ટ કર્યું છે કે તે સંસદમાં આ બિલનું સમર્થન કરશે. પાર્ટીના વરિષ્ઠ ધારાસભ્ય જિતેન્દ્ર આવ્હાડે જાહેરાત કરતા જણાવ્યું હતું કે અમારી પાર્ટી સીમાંકન વિધેયકની તરફેણમાં મતદાન કરશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે એક અનૌપચારિક વાતચીત દરમિયાન શરદ પવારે મતવિસ્તારોનું પુનર્ગઠન જરૂરી હોવાનું જણાવ્યું હતું. લોકસભામાં શરદ પવારની પાર્ટી પાસે કુલ ૮ સાંસદો છે. બીજી તરફ, સંસદના બંને ગૃહોમાં બંધારણ સુધારા વિધેયક પસાર કરાવવા માટે સરકાર સમક્ષ સંખ્યાબળનું ગણિત મહત્વનું બની રહ્યું છે. લોકસભામાં કોઈપણ બંધારણ સુધારા બિલ પસાર કરવા માટે બે-તૃતીયાંશ બહુમતી અનિવાર્ય હોય છે, જેના માટે ૩૬૦ મતોની જરૂર પડે છે. હાલ એનડીએ પાસે લોકસભા સ્પીકરની ગણતરી સાથે કુલ ૩૨૦ મત છે, જે જરૂરી બહુમતીના આંકડા કરતા ૪૦ મત ઓછા છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution