દાહોદ તા.૦૨ 

દેવગઢ બારીઆ તાલુકાના ભથવાડા ટોલનાકા પાસેથી પોલીસની નાકાબંધી દરમ્યાન એક બોલેરો ગાડીમાંથી પોલીસે વિદેશી દારૂની બોટલો નંગ.૧૨૭૨ જેની કુલ કિંમત રૂા.૧,૦૦,૨૪૮ તથા બોલેરો ગાડી તેમજ રોકડા રૂપીયા મળી કુલ રૂા.૫,૧૪,૧૪૮ ના મુદ્દામાલ સાથે  રાજસ્થાનના બે ઈસમોની અટકાયત કર્યાનું જાણવા મળે છે.

દિલીપભાઈ બદ્રીનાથ નાથ અને નટવરસિંહ હિમ્મતસિંહ ક્રિષ્ણાવત (બંન્ને રહે.સાતોલા, તા.છોટા સાદડી,જિ.પ્રતાપગઢ,રાજસ્થાન) એમ બંન્ને જણા ગત તા.૦૧મી જુલાઈના રોજ પોતાના કબજાની મહેન્દ્રા બોલેરો ગાડી લઈ દેવગઢ બારીઆ તાલુકાના ભથવાડા ટોલનાકા પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમ્યાન ત્યા નાકાબંધીમાં ઉભેલ પોલીસને શંકા જતા તેઓની ગાડીની તલાસી લીધી હતી. ગાડીમાંથી પોલીસે વિદેશી દારૂ બોટલો નંગ.૧૨૭૨ જેની કુલ કિંમત રૂા.૧,૦૦,૨૪૮,મોબાઈલ ફોન નંગ.૨ કિંમત રૂા.૧,૦૦૦, રોકડા રૂપીયા ૧૨,૯૦૦ તથા ૪ લાખની બોલેરો ગાડી મળી કુલ રૂા.૫,૧૪,૧૪૮ ના મુદ્દામાલ સાથે ઉપરોક્ત બંન્ને જણાની પોલીસે અટકાયત કરી દેવગઢ બારીઆ પોલીસે પ્રોહીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.