અરવલ્લી-

જિલ્લાના મોડાસા માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે તૈયારીઓ કરવામાં આવી છે. મોડાસામાં 4100 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવા માટે નોંધણી કરાવી છે. જો કે, ઓપન માર્કેટની હરાજીમાં ખેડૂતોને ટેકાના ભાવ કરતા વધારે ભાવ મળી રહ્યા હોવાથી પ્રથમ દિવસે મોડાસા માર્કેટ યાર્ડમાં એકપણ ખેડૂત મગફળી લઇને આવ્યા ન હતા.ઓપન માર્કેટમાં ખેડૂતોને રૂપિયા 1100થી 1250 મળી રહ્યો છે ભાવરાજ્ય સરકારે ટેકાનો ભાવ 1055 રૂપિયા નક્કી કર્યો છે, પરંતુ ઓપન માર્કેટની હરાજીમાં ખેડૂતોને રૂપિયા 1100થી 1250 જેવો ભાવ મળી રહ્યો છે. ઓપન માર્કેટમાં સારો ભાવ અને રોકડા નાણાં મળતા હોવાથી ટેકાના ભાવે મગફળીના વેચાણમાં ખેડૂતોએ રસ દાખવ્યો નથી. અરવલ્લીમાં ચાલુ વર્ષે 75 હજાર હેક્ટરમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે. જેની સામે 20,000 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યુ છે. જો કે, જ્યાં સુધી ઓપન માર્કેટમાં ઉંચા ભાવ મળી રહેશે ત્યાં સુધી ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેચે તેવી શક્યતાઓ નહિવત દેખાઈ રહી છે. રાજ્ય સરકાર દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદીની શરૂઆત કરવામાં આવી છે. જો કે, ઓપન માર્કેટની હરાજીમાં ખેડૂતોને ટેકાના ભાવ કરતા વધારે ભાવ મળી રહ્યા છે. જેથી મોડાસાના માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી વેચવા માટે પ્રથમ દિવસે એકપણ ખેડૂત આવ્યા ન હતા.