વલસાડ, ગુજરાતના માર્ગ અને મકાન વિભાગની બેદરકારી ને કારણે નામ અને દિશા સૂચક પાટિયાઓ પર ભૂલભરેલા લખાણ ને કારણે લોકો ગેરમાર્ગે દોરાય છે.નામ અને દિશા સૂચક પાટીયા પર તિર નું નિશાન લગાડી -બેજ-ઝરી- એમ દર્શાવવું જાેઈએ તેની જગ્યાએ બીનજરૂરી મોટું બનાવી કિલોમીટરો પણ નહિ લખી બેજ ઝરીનુ અપભ્રંશ બેજરી કરી નાખ્યું છે.પીઠા ચાર રસ્તા ખાતે ભૂન્ડવાડા નુ ભુડંવાડા ખોટું લખ્યું છે અને એ ચોકડી પર ત્રણ-ચાર બિનજરૂરી પાટીયા લગાવાયા છે.જમણે ગંગેશ્વર મહાદેવનો પચાસેક મીટરનો માર્ગ અને ડાબી બાજુ મરલા જવાનો કોઝવેવાળો રસ્તો છે(બંને એક જ તીરથી એક બાજુ હોવાનું ખોટું જણાવે છે) ભૈરવી- ખેરગામના તીર બતાવે છે તેવો ત્યાં રસ્તો નથી જે ગેરમાર્ગે દોરે છે.ભાષા અશુદ્ધિ પ્રત્યે પણ કોઈ ધ્યાન આપતું નથી તે ભારે દુઃખદ છે.