/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

ડિવાઈડરને રંગરોગાણ કરી નાણાંનો ધુમાડો 

વડોદરા,તા.૧૭  

વડોદરા શહેરમાં શનિવારના યોજાનાર ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમમાં હાજરી આપવાને માટે પ્રદેશ ભાજપના અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલ આવી રહયા છે. આને માટે શહેર ભાજપ તેઓને આવકારવાને માટે થનગની રહ્યું છે.

ત્યારે પાલિકાને માટે પણ આ રાજકીય નેતાનું આગમન જાને કે ઉત્સવ સમાન હોય એ પ્રકારે કામગીરી કરવામાં આવી રહી છે. શહેરમાં સી.આર. પાટિલના આગમનને લઈને તેઓ જે જે માર્ગ પરથી પસાર થવાના છે. એ તમામ માર્ગો પર એમને આવકારતા હોર્ડિંગો ભાજપ દ્વારા લગાવવામાં આવી રહયા છે. તો બીજી તરફ પાલિકા દ્વારા તેઓના માર્ગ પરની સાફસફાઈની સાથોસાથ ડિવાઇડરો સહિતના તમામ ભાગોનું રંગરોગાન કરવામાં આવી રહ્યું છે. જેને લઈને જાને કે ભાજપનો ઉત્સવ છે કે પાલિકાનો ઉત્સવ એ બાબતે શહેરની પ્રજા મુંઝવણમાં

મુકાઈ ગઈ છે.

પાલિકામાં શાસન પૂર્ણ થઇ ગયું હોવા છતાં ઉચ્ચ સત્તા અને સત્તાના નશાના જાેરે પાલિકાના અધિકારીઓને ડરાવી ધમકાવીને ધારી કામગીરી કરાવાઈ રહી હોવાની બુમરાણ ઉઠી છે. સૌથી વધુ આશ્ચર્યની બાબત તો એ છે કે આ કામગીરી કરનાર શ્રમિકો માસ્ક વગર કામગીરી કરતા પ્રજાને નજરે પડે છે. પરંતુ ભાજપના લાભાર્થે કામગીરી ચાલી રહી હોવાથી પોલીસ કે પાલિકાની નજરે આ બાબત પડતી નથી કે પછીથી ભાજપના નામે રામ નામે પથરા તારે એવી રીતે બધું માફ કરી દેવામાં આવી રહ્યું છે? એવો પ્રશ્ન શહેરીજનોના મુખેથી પૂછાતો હતો. ડિવાઈડરને રંગરોગાણ કરી નાણાંનો ધુમાડો

વડોદરા,તા.૧૭

વડોદરા શહેરમાં શનિવારના યોજાનાર ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમમાં હાજરી આપવાને માટે પ્રદેશ ભાજપના અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલ આવી રહયા છે. આને માટે શહેર ભાજપ તેઓને આવકારવાને માટે થનગની રહ્યું છે.

ત્યારે પાલિકાને માટે પણ આ રાજકીય નેતાનું આગમન જાને કે ઉત્સવ સમાન હોય એ પ્રકારે કામગીરી કરવામાં આવી રહી છે. શહેરમાં સી.આર. પાટિલના આગમનને લઈને તેઓ જે જે માર્ગ પરથી પસાર થવાના છે. એ તમામ માર્ગો પર એમને આવકારતા હોર્ડિંગો ભાજપ દ્વારા લગાવવામાં આવી રહયા છે. તો બીજી તરફ પાલિકા દ્વારા તેઓના માર્ગ પરની સાફસફાઈની સાથોસાથ ડિવાઇડરો સહિતના તમામ ભાગોનું રંગરોગાન કરવામાં આવી રહ્યું છે. જેને લઈને જાને કે ભાજપનો ઉત્સવ છે કે પાલિકાનો ઉત્સવ એ બાબતે શહેરની પ્રજા મુંઝવણમાં

મુકાઈ ગઈ છે.

પાલિકામાં શાસન પૂર્ણ થઇ ગયું હોવા છતાં ઉચ્ચ સત્તા અને સત્તાના નશાના જાેરે પાલિકાના અધિકારીઓને ડરાવી ધમકાવીને ધારી કામગીરી કરાવાઈ રહી હોવાની બુમરાણ ઉઠી છે. સૌથી વધુ આશ્ચર્યની બાબત તો એ છે કે આ કામગીરી કરનાર શ્રમિકો માસ્ક વગર કામગીરી કરતા પ્રજાને નજરે પડે છે. પરંતુ ભાજપના લાભાર્થે કામગીરી ચાલી રહી હોવાથી પોલીસ કે પાલિકાની નજરે આ બાબત પડતી નથી કે પછીથી ભાજપના નામે રામ નામે પથરા તારે એવી રીતે બધું માફ કરી દેવામાં આવી રહ્યું છે? એવો પ્રશ્ન શહેરીજનોના મુખેથી પૂછાતો હતો.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution