લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
07, ઓગ્સ્ટ 2026 |
4950
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એ ફરી એકવાર અમેરિકામાં જન્મેલા લોકોને નાગરિકતા મળવાના વ્યાપને સીમિત કરવાનો પ્રયાસ કર્યો છે. રાષ્ટ્રપતિએ જણાવ્યું કે તેમણે ઇમિગ્રેશન સંબંધિત બે કાર્યકારી આદેશો પર હસ્તાક્ષર કર્યા છે. આમાંથી એક અમેરિકામાં જન્મેલા એવા લોકોની સંખ્યાને સીમિત કરશે, જેઓ અહીં નાગરિકતા મેળવવાના હકદાર છે. ટ્રમ્પે જણાવ્યું કે બીજાે આદેશ ‘બર્થ ટુરિઝમ‘ પર લગામ લગાવવા માટે છે. આ અંતર્ગત એવા વિદેશી પ્રવાસીઓ પર વિઝા પ્રતિબંધો વધારવામાં આવશે, જેઓ અમેરિકામાં આવીને બાળકને જન્મ આપવા માંગે છે. આ પહેલાં બર્થરાઇટ સિટીઝનશિપને સીમિત કરવાના પ્રયાસને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધો હતો, પરંતુ હવે તેઓ ફરીથી આ માટે પ્રયાસ કરી રહ્યા છે.
આ પહેલા જૂનમાં અમેરિકાની સુપ્રીમ કોર્ટે બર્થરાઇટ સિટીઝનશિપને યથાવત રાખી હતી. કોર્ટે ટ્રમ્પના તે અગાઉના પ્રયાસોને ફગાવી દીધા હતા, જેમાં તેમણે એ ઘોષિત કરવાનો પ્રયાસ કર્યો હતો કે અમેરિકામાં ગેરકાયદેસર-અસ્થાયી રૂપે રહેતા લોકોના બાળકો અમેરિકી નાગરિક નથી. કોર્ટે કહ્યું હતું કે અમેરિકામાં ગેરકાયદેસર કે અસ્થાયી રૂપે હાજર લોકોના બાળકો આપમેળે અમેરિકી નાગરિકતા મેળવવાના હકદાર છે. કોર્ટે અગાઉના ર્નિણયનો હવાલો આપતાં કહ્યું કે વિદેશી માતા-પિતાથી અમેરિકામાં જન્મેલા બાળકો તેના હકદાર છે. સલાહકાર સ્ટીફન મિલરે કહ્યું કે આ એક્ઝિક્યુટિવ એક્શન ૧૪મા સુધારાના મૂળ હેતુ પર આધારિત છે.