લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, ઓગ્સ્ટ 2026 |
3564
ભારત-પાકિસ્તાન સરહદ પર પાકિસ્તાન દ્વારા સૈન્ય ક્ષમતામાં વધારો કરવાના અહેવાલોએ વ્યૂહાત્મક વર્તુળોમાં ચર્ચા જગાવી છે. પાકિસ્તાને ભારત સાથેની પૂર્વીય સરહદના વિવિધ મહત્વપૂર્ણ વિસ્તારોમાં ચીનમાં નિર્મિત SH-15 ટ્રક-માઉન્ટેડ સ્વચાલિત હોવિત્ઝર તોપોની આશરે ૨૫૦ એકમો તબક્કાવાર તૈનાત કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. જાેકે, આ દાવાઓ અંગે બંને દેશોની તરફથી સત્તાવાર વિગતવાર પુષ્ટિ ઉપલબ્ધ નથી.
જીૐ-૧૫ એ ૧૫૫ મીમી/૫૨-કેલિબરની સ્વચાલિત આર્ટિલરી સિસ્ટમ છે, જે ચીનની સરકારી સંરક્ષણ કંપની નોરિંકો દ્વારા વિકસાવવામાં આવી છે. આ સિસ્ટમ ૬×૬ ટ્રક પ્લેટફોર્મ પર આધારિત હોવાથી ઝડપથી સ્થળાંતર કરી શકે છે અને વિવિધ પ્રકારના ભૂપ્રદેશમાં કાર્યરત રહેવા માટે તૈયાર કરવામાં આવી છે. સંરક્ષણ નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આ પ્રકારની મોબાઇલ આર્ટિલરી સિસ્ટમો ઝડપી તૈનાતી અને ઓપરેશનલ લવચીકતા માટે ઉપયોગી માનવામાં આવે છે.
પાકિસ્તાન છેલ્લા કેટલાક વર્ષોમાં પોતાની આર્ટિલરી અને અન્ય સંરક્ષણ સાધનોના આધુનિકીકરણ પર સતત ધ્યાન આપી રહ્યું છે. તેમાં ચીન સાથે વધતું સંરક્ષણ સહકાર પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. બંને દેશો વચ્ચે સંરક્ષણ ક્ષેત્રમાં સાધનોની ખરીદી, ટેક્નોલોજી સહયોગ અને સંયુક્ત લશ્કરી અભ્યાસો યોજાતા રહ્યા છે.