લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
18, ઓગ્સ્ટ 2026 |
6138
ઉત્તર પ્રદેશના ગૃહ વિભાગે અયોધ્યા સ્થિત રામ મંદિરના ચઢાવાની ચોરીના મામલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ ((SIT))નો અંતિમ રિપોર્ટ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને આગળની કાર્યવાહી માટે સોંપી દીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ રિપોર્ટમાં ટ્રસ્ટના પૂર્વ મહાસચિવ ચંપત રાય અને પૂર્વ સભ્ય અનિલ મિશ્રાને ક્લીન ચિટ આપવામાં આવી છે. નોંધનીય છે કે જ્યારે આ દાન ચોરીનો મામલો પ્રકાશમાં આવ્યો ત્યારે આ બંનેની ભૂમિકા પર સતત સવાલો ઊઠી રહ્યા હતા. જેના કારણે વિવાદ વધતા તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.(SIT) દ્વારા રજૂ કરવામાં આવેલી આ અંતિમ રિપોર્ટમાં કુલ ૮ લોકોના નામ સામેલ છે, જેમની પોલીસ દ્વારા અગાઉ જ ધરપકડ કરવામાં આવી ચૂકી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે આ મામલે હસ્તક્ષેપ કર્યાે તે પહેલાં જ, ઉત્તર પ્રદેશ સરકારે ટ્રસ્ટની વિનંતી પર ૧૩ જૂનના રોજ આ ત્રણ સભ્યોની જીૈં્ ની રચના કરી હતી. જાેકે, આ કેસની ગંભીરતાને જાેતા હાલમાં સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ રચાયેલી બીજી જીૈં્ આ સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસ કરી રહી છે.