/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

શિનોર પાસે નર્મદા તટ પર ભારતી શ્રીજીના સાનિધ્યમાં સફાઇ કરાઇ

શિનોર

શિનોર તાલુકામાં આવેલા શ્રી લીલાશાહજી ગૌસંવર્ધન સાર્વજનિક ટ્રસ્ટ, બરકાલના અનુયાયીઓ દ્વારા અપરા એકાદશીના પાવન દિને પ્રેરણામૂર્તિ ભારતી શ્રીજીના સાનિધ્યમાં નર્મદા તટની સફાઈ કરવામાં આવી હતી. જે વિશે માહિતી આપતા પ્રેરણામૂર્તિ ભારતી શ્રીજીએ જણાવ્યું હતું કે, પ્રકૃતિ આપણા જીવનનો આધાર છે એટલે પર્યાવરણનું રક્ષણ અને સંવર્ધન કરવાની જવાબદારી દરેક મનુષ્યની છે. જેથી છેલ્લા ૧ મહિનામાં પાંચવાર નર્મદા માતાના તટ અને નદીની સફાઈ દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા અનુયાયીઓ દ્વારા કરવામાં આવી હતી. જેમાં ૨૦૦ કિલો પ્લાસ્ટિક, બે હજાર જાેડી કપડાં અને ૫૦૦ માટલાં, ૩૦૦ જાેડી પગરખાં અને ૧૦૦ કાચની બોટલો સાથે વાળના અનેક ઢગલા મળ્યા હતા. આ દરેક કચરો ભેગો કરીને તેનો નિકાલ કરવામાં આવ્યો હતો. નદીને આપણે માતાનો દરજ્જાે આપીએ છીએ ત્યારે વિવિધ પ્રકારની ધાર્મિક વિધિ કર્યા બાદ આપણે તેઓ કચરો નદીના તટ પર ફેંકવાની જગ્યાએ તેને બાંધીને કચરાપેટીમાં નાખીને દેશને સ્વચ્છ અને આપણી ધરોહરને સુંદર બનાવવાનો સંકલ્પ કરવો જાેઈએ. આ સાથે નદીની અંદર પણ આપણે કોઈ પણ પ્રકારનો કચરો ના ફેંકવો જાેઈએ.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution