દેશભરમાં તમામ રોડની બાજુમાં ફૂટપાથ દબાણ મૂક્ત કરો : સુપ્રીમ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
04, ઓગ્સ્ટ 2026  |   3267


સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે કે દેશમાં તમામ મહત્વના રોડ દબાણ મૂક્ત હોવા જાેઇએ, નાગરિકોને ચાલવા માટે રોડની બાજુમાં જે જગ્યા ફાળવવામાં આવી છે ત્યાં પણ કોઇ પણ પ્રકારનું દબાણ ના થાય તેની તકેદારી રાખવામાં આવે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જ્યાં પણ રોડ હોય ચાલવા માટે અલગથી જગ્યા ફાળવવી પણ જરૂરી છે. પગપાળા ચાલનારાઓ ભયમૂક્ત બનીને ચાલી શકે તેવી વ્યવસ્થા જરૂરી છે.

સુપ્રીમ કોર્ટે સોમવારે કેન્દ્ર સરકારને કહ્યું હતું કે નાગરિકો મૂક્ત રીતે ચાલી શકે તે માટે રોડ આસપાસ જગ્યા ફાળવવામાં આવે અને આ જગ્યા પર કોઇ પણ પ્રકારનું દબાણ ના થાય તેની તકેદારી રાખવામાં આવે. કેન્દ્ર સરકારને આદેશ આપતા સુપ્રીમે કહ્યું હતું કે જવાબદાર અધિકારીઓને જણાવવામાં આવે કે તેઓ પગપાળા ચાલવા માટેની જગ્યાને દબાણ મૂક્ત રાખે. સાથે જ આવી જગ્યાને મુખ્ય રોડથી અલગ રાખવામાં આવે.સુપ્રીમની બેંચે એડિશનલ સોલિસિટર જનરલને કહ્યું હતું કે કોઇ મોટા રોકાણ કે કન્સ્ટ્રક્શન વગર આ આદેશનું યોગ્ય રીતે પાલન કરવામાં આવે. જ્યાં પણ રોડ હોય ત્યાં લોકોના ચાલવા માટેની જગ્યા પણ હોવી જાેઇએ, આ જગ્યાને રોડથી અલગ રાખવા માટે પણ પગલા લેવામાં આવે સાથે જ કોઇ પણ પ્રકારનું દબાણ ના થાય તેની પણ તકેદારી રાખવામાં આવે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution