મુંબઈ

અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની અદાણી જૂથે મુંબઇ આંતરરાષ્ટ્રીય વિમાનમથકનું ટેકઓવર પૂર્ણ કર્યું છે. ખુદ ગૌતમ અદાણીએ મંગળવારે ટ્‌વીટ કરીને આ માહિતી આપી છે. અદાણી જૂથ છેલ્લા કેટલાક વર્ષોથી ઉડ્ડયન ક્ષેત્રે પોતાની પકડ મજબૂત કરી રહ્યું છે અને મુંબઇ એરપોર્ટનું સંચાલન આ દિશામાં એક મોટું પગલું છે. 

જાણો ટેકઓવર પર ગૌતમ અદાણીએ શું કહ્યું ...

ગૌતમ અદાણીએ ટ્‌વીટ કર્યું હતું કે, 'વર્લ્ડ ક્લાસ મુંબઇ આંતરરાષ્ટ્રીય હવાઇમથકનું સંચાલન લેવામાં અમને આનંદ છે. મુંબઈને ગૌરવ અનુભવવાનું અમારું વચન છે. અદાણી જૂથ વ્યવસાય, લક્ઝરી અને મનોરંજન માટે ભવિષ્યનું એરપોર્ટ ઇકોસિસ્ટમ બનાવશે. અમે હજારો સ્થાનિક લોકોને નવી રોજગાર આપીશું.

દેશના મોટા એરપોર્ટ્‌સના સંચાલનને ખાનગી હાથમાં આપવા માટે કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૧૯ માં બોલી લગાવવાની હાકલ કરી હતી. આમાં અદાણી ગ્રૂપને અમદાવાદ, લખનઉ, જયપુર, મંગલુરૂ, ગુવાહાટી અને તિરુવનંતપુરમના એરપોર્ટનું સંચાલન કરવાનો કરાર મળ્યો હતો. આ એરપોર્ટોને સંચાલિત કરવા માટે અદાણી ગ્રૂપ પાસે ૫૦ વર્ષનો કરાર છે. અદાણી ગ્રૂપે એરપોર્ટ મેનેજમેન્ટ સેક્ટરમાં જીએમઆર જેવા મોટા ખેલાડીને તોડી આ કરાર જીત્યો હતો.

મુંબઈ એરપોર્ટનું અગાઉ જીવીકે ગ્રુપ દ્વારા સંચાલન કરવામાં આવતું હતું. અદાણી ગ્રૂપે મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડમાં જીવીકે ગ્રુપનો હિસ્સો ખરીદીને સંચાલન મેળવ્યું છે. અદાણી જૂથ પાસે મુંબઈ એરપોર્ટમાં પહેલેથી જ ૨૩.૫% હિસ્સો હતો