રસ્તાઓ પર પશુઓથી થતાં અકસ્માતોમાં વળતર આપવામાં આવે : સુપ્રીમ કોર્ટ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
01, ઓગ્સ્ટ 2026  |   3069

સુપ્રીમ કોર્ટે રસ્તાઓ પર રખડતા પશુઓને કારણે થતા અકસ્માતો અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે કહ્યું- પશુઓને નેશનલ હાઈવે, રસ્તાઓ અને ગલીઓમાં આમ જ છોડી શકાય નહીં. તેઓ નેચરલ સ્પીડ બ્રેકર નથી.

જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ એન. કોટિશ્વર સિંહની બેન્ચે શુક્રવારે કેન્દ્ર અને રાજ્ય સરકારોને આવા અકસ્માતોના પીડિતોને વળતર આપવાનિયમ બનાવવાનું કહ્યું. સાથે જ સૂચન કર્યું કે જાે જરૂર હોય તો આ માટે કાયદાઓ અને નિયમોમાં સુધારો પણ કરવામાં આવે.કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને આ સલાહ પંજાબના સંગરુરની રહેવાસી નિશાની અરજી પર આપી હતી. નિશાના પતિ વિજયનું ૨૧ સપ્ટે.૨૦૦૭ના રોજ રસ્તા પર ચાલતા સમયે રખડતા આખલાના હુમલામાં મૃત્યુ થયું હતું. કોર્ટે રાજ્ય સરકારને આદેશ આપ્યો કે મહિલાને ચાર અઠવાડિયામાં રૂા.૧૫ લાખ વળતર આપે. કોર્ટે કહ્યું- જાેકે, તેને ભવિષ્યના કેસોમાં દાખલો માનવામાં આવશે નહીં. કોર્ટે કહ્યું- રખડતા પશુઓની સમસ્યાનું સૌથી મોટું કારણ તેમને આર્થિક રીતે બિનઉપયોગી બન્યા પછી છોડી દેવાનું છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution