દિલ્હી-

મોદી સરકારનું પહેલું કેબિનેટ વિસ્તરણ આજે થવા જઈ રહ્યું છે. માનવામાં આવે છે કે નવા કેબિનેટમાં પર્ફોમન્સના આધારે મંત્રીઓને હટાવવા અને પ્રમોટ કરવામાં આવી રહ્યાં છે. ત્યારે આ મુદ્દે કોંગ્રેસે કટાક્ષ કર્યો છે. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કટાક્ષ કરતા કહ્યું કે જાે પરફોર્મન્સની દ્રષ્ટીએ આ ફેરબદલ છે તો સૌ પહેલાં વડાપ્રધાને પોતાના પદ પરથી હટી જવું જાેઈએ. તેઓએ કહ્યું કે કેબિનેટ વિસ્તરણ માત્ર 'ડિફેક્ટર એડજસ્ટમેન્ટ એક્સરસાઈઝ' છે.

સુરજેવાલાએ કહ્યું કે જાે પર્ફોમન્સને જ મહત્વ આપવાનું છે તો સૌથી પહેલાં રક્ષા મંત્રીને હટાવવા જાેઈએ, કેમકે તેઓની જ નજર સામે ચીને આપણી જમીન પર કબજાે જમાવી દીધો છે. તેઓએ વધુમાં અમિત શાહ પર કટાક્ષ કરતા કહ્યું કે, ગૃહ મંત્રીએ પણ હટી જવું જાેઈએ, કેમકે તેઓ ગૃહ મંત્રી છે ત્યારે જ મોબ લિંચિંગ અને કસ્ટોડિયલ ડેથ જેવા મામલાઓ સામાન્ય બની ગયા છે. આ ઉપરાંત નક્સલવાદ પણ બેકાબૂ બની ગયો છે.

સુરજેવાલાએ ધર્મેન્દ્ર પ્રધાને પણ હટી જવું જાેઈએ, કેમકે ઓઈલના ભાવ કાબૂમાં કરવામાં તેઓ નિષ્ફળ રહ્યાં છે. ખરાબ કોવિડ પ્રબંધન માટે ડૉ. હર્ષવર્ધને પણ હટી જવું જાેઈએ. તેમજ અર્થવ્યવસ્થાના મિસમેનેજમેન્ટ માટે નાણાં મંત્રીએ પણ હટી જવું જાેઈએ. તેઓએ આગળ વડાપ્રધાન મોદી પર પ્રહાર કરતા કહ્યું કે તેઓએ પણ હટી જવું જાેઈએ. સુરજેવાલાએ કહ્યું કે વડાપ્રધાને પણ હટીવ જવું જાેઈએ કેમકે તેઓએ દેશની શાંતિને કચરાના ડબ્બામાં ફેંકી દીધી છે. ટૂંકમાં કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ મોદી સરકારના મંત્રીઓની નિષ્ફળતા ગણાવી લગભગ દરેકને દૂર કરવાની તરફદારી કરી છે.