લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
08, ઓગ્સ્ટ 2026 |
2475
ગતરોજ કરમસદ આણંદ મનપાના બે દિવસ થી હડતાલ પર ઉતરેલા અધિકારીઓ કર્મચારીઓ ની હડતાલ ગતરોજ ધારાસભ્ય દ્વારા મીઠું મોઢું કરાવી સમેટાયા સમયે ધારાસભ્ય બાદ કર્મચારી અગ્રણી અને બાદમાં મનપા કમિશ્નર ની પ્રતિક્રિયા પર વિસંગતત ઉભી થવા સાથે દાલમે કુછ કાલા કે પૂરી દાલ કાલી!!ના સવાલ મનપા કચેરીમાં ઉઠવા પામ્યા નું જાણવા મળેલ છે.પ્રાપ્ત વિગત અનુસાર કરમસદ આણંદ મનપા ના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ત્રણ દિવસ પૂર્વ બપોરના સમયે વિજળી વેગે હડતાલ પર ઉતરતા ગતરોજ ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા મેયર, ડેપ્યુટી મેયર, તથા સ્થાયી સમિતી અધ્યક્ષ સહિત અન્ય નેતાઓ ની ઉપસ્થિતિમાં મીઠું મોઢું કરાવી હડતાલ સમેટી લેવામાં આવી હતી.જે સાથે ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા અધિકારી કર્મચારીઓ ની માંગ પર રાજ્ય મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રી ને જાણ કરી યોગ્ય ઉકેલ લાવવા પ્રયાસ કર્યો નું જણાવ્યું હતું.જે સાથે હડતાલ પર ઉતરેલા અધિકારી દ્વારા મૌખિક માંગ પૂર્ણ કરવા હૈયાધારણા આપતાં હડતાલ સમેટી નું જણાવ્યું હતું.જયારે મનપા કમિશ્નર દ્વારા હડતાલના પ્રથમ દિવસથી અધિકારીઓ કર્મચારીઓ દ્વારા કોઇ રજૂઆત કરવામાં આવી નથી જે હડતાલ સમેટાયા બાદ પણ એ જ પ્રતિક્રિયા આપતા હડતાલ ઉભી કરવા પાછળ કોઇ ખેલ?કે સમગ્ર વિરોધના સૂર પાછળ દાલમે કુછ કાલા કે પૂરી દાલ કાલી?ના સવાલ સાથે હડતાલ સમેટવા પર વિસંગતતા ઉભી થવા પામી હોવાનું જાણવા મળેલ છે.