લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
19, ઓગ્સ્ટ 2026 |
2475
નીટ પેપર લીક, વિદ્યાર્થીઓના આંદોલન પછી ચર્ચામાં આવેલી નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)માં પેપરમાં ગેરરીતિના આક્ષેપો વચ્ચે વ્યાપક સ્તરે ફેરફાર શરૂ કરાયા છે. એનટીએની વિવિધ પરીક્ષાઓમાં પેપર સેટ કરનારી જૂની ટીમને બદલી દેવાઈ છે અને નવી ટીમ બનાવાઈ છે. પેપર બનાવવામાં ગેરરીતિ અને બેદરકારીના આક્ષેપો વચ્ચે અંદાજે ૬૦૦ પ્રોફેસર, શિક્ષકો, નિષ્ણાતોની હકાલપટ્ટી કરાઈ છે.કેન્દ્રીય શિક્ષણ મંત્રી પ્રઈાદ જાેશીના અધ્યક્ષપદે યોજાયેલી સમીક્ષા બેઠકમાં પરીક્ષા વ્યવસ્થાને વધુ સુરક્ષિત, પારદર્શી અને વિશ્વસનીય બનાવવા માટે જરૂરી સુરક્ષા અને માળખાગત સુવિધા સુનિશ્ચિત કરવા ર્નિદેશ અપાયા છે. એનટીએના આંતરિક માળખાની સમીક્ષા પછી મોટા ફેરફારોની સંપૂર્ણ યાદી તૈયાર કરી લેવાઈ છે.એનટીએના મર્હાનિદેશકે અત્યાર સુધીમાં લેવાયેલા પગલાંની માહિતી આપતા કહ્યું કે, પરીક્ષા ટીમની પુનર્રચના કરાઈ છે, જેના હેઠળ અંદાજે ૬૦૦ પરીક્ષા નિષ્ણાતોને હટાવાયા છે. તેમના સ્થાને નવા નિષ્ણાતોનો સમાવેશ કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. સૂત્રોએ જણાવ્યું કે, નવી પરીક્ષાઓની વિશ્વસનીયતા વધારવા માટે પ્રશ્નપત્રોની તપાસ અને સમીક્ષા માટે ચાર સ્તરીય વ્યવસ્થા લાગુ કરવાનો પણ ર્નિણય લેવાયો છે. સાથે જ આગામી બેથી ત્રણ સપ્તાહમાં ૨૦થી ૨૫ નવા અધિકારીઓના સમાવેશ પર કામ ચાલી રહ્યું છે.