મહિલાઓની ઓનલાઇન હેરાનગતિ અટકાવવા સાયબર ક્રાઈમ બ્રાન્ચે મહિલા સહિત ૮ ને ઝડપ્યા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
14, ઓગ્સ્ટ 2026  |   1980

મહિલાઓ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર થતી ઓનલાઇન હેરાનગતિ ડામવા અમદાવાદ શહેર પોલીસ દ્વારા શરૂ કરાયેલા “મિશન સાયબર રક્ષિકા અંતર્ગત સાયબર ક્રાઇમ બ્રાન્ચે સપાટો બોલાવ્યો છે. પોલીસ કમિશનર અને સંયુક્ત પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ કમિશનર તથા મદદનીશ પોલીસ કમિશનર દ્વારા મહિલાઓને સુરક્ષિત રાખવા આ ખાસ અભિયાન શરૂ કરાયું છે. જેમાં મહિલાઓની હેરાનગતિ કરતા ૧ મહિલા સહિત ૮ સાયબર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સાયબર ક્રાઇમ બ્રાન્ચે ભોગ બનનાર મહિલાઓની ઓળખ ગુપ્ત રાખીને તેઓનું કાઉન્સિલિંગ કર્યું હતું અને ત્વરિત કાર્યવાહી કરીને ૧૧ જેટલી એફ.આઇ.આર. દાખલ કરાઈ હતી. પોલીસ ટીમોએ અમદાવાદ, ગુજરાતના વિવિધ જિલ્લાઓ અને રાજસ્થાનમાં દરોડા પાડીને કુલ ૮ સાયબર ગુનેગારોને ઝડપી લીધા છે અને સોશિયલ મીડિયા પરથી વાંધાજનક પોસ્ટ તથા એકાઉન્ટ્સ દૂર કર્યા છે.પકડાયેલા આરોપીઓ પૈકી સુરેશ રુયી સોશિયલ મીડિયા પર પોતાની પ્રોફાઇલ પબ્લિક રાખતી મહિલાઓને નિશાન બનાવતો હતો. તેણે છેલ્લા ૬ મહિનામાં ૧૦ ફેક આઇડી બનાવી આશરે ૩૦૦ મહિલાઓને ન્યૂડ ફોટા, અશ્લીલ ઓડિયો અને વાંધાજનક મેસેજ મોકલ્યા હતા. જ્યારે કેયુર ઠક્કરે મહિલાઓના નામે ૮ ફેક આઇડી બનાવી પબ્લિક પ્રોફાઇલ ધરાવતી યુવતીઓની મહિલા મિત્રોનો સંપર્ક કર્યો હતો. છેતરતા ૨ આરોપીઓને રાજસ્થાનથી અને યોગગુરુના નામે નકલી ઇન્સ્ટાગ્રામ આઇડી બનાવી એઆઇ ટેકનોલોજી દ્વારા ન્યૂડ ફોટો બનાવી બ્લેકમેલ કરતા ૧ આરોપીને દિલ્હીથી ઝડપી લેવાયો હતો.પોલીસે મહિલાઓની ઓનલાઇન સુરક્ષા માટે ખાસ માર્ગદર્શિકા જાહેર કરી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution