લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, સપ્ટેમ્બર 2026 |
2079
શહેરમાં ટ્રાફિક ઈ-ચલણના નામે વાહનચાલકો સાથે સાયબર ફ્રોડ કરતી ટોળકીનો ત્રાસ સતત વધી રહ્યો છે. ઈસનપુર અને બહેરામપુરા વિસ્તારમાં રહેતા બે નાગરિકોને વાહન નંબર સાથે પેન્ડિંગ ઈ-મેમો ભરવાની નકલી લિંક મોકલી ભેજાબાજાેએ તેમના બેંક ખાતામાંથી કુલ ૬.૭૯ લાખની પડાવી લીધા હતા. ભોગ બનનારાઓએ લિંક પર ક્લિક કરતાં જ મોબાઈલમાં માલિશિયસ એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગઈ હતી, જેના થકી મોબાઈલનો સંપૂર્ણ એક્સેસ અને ઓટીપી મેળવી ઠગોએ મોડી રાત્રે બેંક એકાઉન્ટ ખાલી કરી નાખ્યા હતા. આ બંને મામલે ભોગ બનનારાઓએ સાયબર હેલ્પલાઈન ૧૯૩૦ પર સંપર્ક કરી સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ઇસનપુરમાં કુણાલ ઇન્ફોટેક નામે વ્યવસાય કરતા ૩૮ વર્ષીય કુણાલ બટુકભાઈ પ્રજાપતિના મોબાઈલ પર અજાણ્યા નંબર પરથી ગાડી નો ૧હજારનો મેમો ભરવા અંગે મેસેજ આવ્યો હતો. મેસેજમાં આપેલી લિંક પર ક્લિક કરતાં આગળ કોઈ પ્રોસેસ થઈ ન હતી. જાેકે, ત્યારબાદ તેમના ફોન પર અલગ-અલગ નંબરો પરથી અસંખ્ય ર્ં્ઁ આવવા લાગ્યા હતા. જે બાદ મોડી રાત્રે તેમના બેંક ખાતામાંથી વારાફરતી કુલ ૬ ટ્રાન્ઝેક્શન થઈને કુલ રૂ.૪.૫૮ લાખ કપાઈ ગયા હોવાનો મેસેજ આવ્યો હતો. રૂપિયા કપાવાના મેસેજ આવતાં કુણાલભાઈએ તાત્કાલિક પોતાનો મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો હતો અને સાયબર હેલ્પલાઈન ૧૯૩૦નો સંપર્ક કરી ઇસનપુર પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે. જ્યારે બહેરામપુરામાં રહેતા ૪૮ વર્ષીય કલ્પેશ કાલે ગત ૨૬ તારીખે ઘરે હાજર હતા, તે સમયે તેમના મોબાઈલ પર અજાણ્યા નંબર પરથી વોટ્સએપ પર મેસેજ આવ્યો હતો. જેમાં ઈ-ચલણ ના નામની લીંક હતી અને ટુ-વ્હિલરનો નંબર પણ લિંકમાં રાખવામાં આવ્યો હતો. સાથે જ તેમના વાહન પર ઈ-ચલણ બાકી હોવાથી ભરવા માટેની વાત કરી હતી. જેથી કલ્પેશભાઈએ તે લીંક ઓપન કરી ત્યારે અચાનક તેમના મોબાઈલમાં એક એપ્લીકેશન ડાઉનલોડ થઈ હતી. જાે કે બીજા દિવસે તેઓના મોબાઈલમાં પૈસા કપાયાનો મેસેજ આવ્યો તે બાદ તપાસ કરી ત્યારે જાણવા મળ્યું હતુ કે, તેમના એકાઉન્ટમાંથી કુલ રૂ.૨.૨૧ લાખ કપાઈ ગયા હતા. ઠગ ટોળકીએ તેમને ઈ-ચલણની લીંક મોકલી એપ્લીકેશન ડાઉનલોડ કરાવી મોબાઈલનો એક્સેસ મેળવી લીધો હતો. જે બાદ તેમના એકાઉન્ટમાંથી અલગ અલગ ટ્રાન્જેકશન કરી પૈસા પડાવી લીધા હતા. સાયબર ઠગો ડેટા લીક કે પાર્કિંગ સ્લિપ મારફતે વાહનચાલકનો સાચો વાહન નંબર મેળવી લે છે. ત્યારબાદ ‘તમારો ૫૦૦ કે ૧,૦૦૦નો ઈ-મેમો બાકી છે’ તેવો આબેહૂબ ટ્રાફિક પોલીસ જેવો મેસેજ લિંક સાથે મોકલે છે. સાચો વાહન નંબર જાેઈ ભોગ બનનાર જેવી લિંક ખોલે કે તરત મોબાઈલમાં માલિશિયસ છઁદ્ભ ફાઈલ ડાઉનલોડ થઈ જાય છે. આ એપ્લિકેશન દ્વારા મોબાઈલના એસએમએસ અને સ્ક્રીનનો સંપૂર્ણ એક્સેસ ઠગોના હાથમાં જતો રહે છે.