મેટ્રો રેલમાં દૈનિક મુસાફરીનો આંકડો બે લાખ સુધી પહોંચ્યો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
14, ઓગ્સ્ટ 2026  |   1881

અમદાવાદ મેટ્રોએ મુસાફરોની વધતી સંખ્યા સાથે વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. ચાલુ ઓગસ્ટ મહિનામાં અમદાવાદ મેટ્રોમાં પ્રતિદિન ૨ લાખ સુધીની મુસાફરી નોંધાઈ છે. ખાસ વાત એ છે કે આ આંકડો કોઈ આઈપીએલ મેચ, વર્લ્ડ કપ કે અન્ય કોઈ મોટા મેગા ઇવેન્ટ વિના હાંસલ થયો છે. અમદાવાદમાં મેટ્રો રેલ સેવાનો વ્યાપ વધવાની સાથે હવે શહેરના નાગરિકોમાં પણ મેટ્રો પ્રત્યેનો વિશ્વાસ સતત વધી રહ્યો છે. રોજિંદા કામકાજ, નોકરી, શિક્ષણ તેમજ અન્ય હેતુસર અવરજવર કરતા મુસાફરો માટે મેટ્રો રેલ પરિવહનનું મહત્વનું માધ્યમ બની રહ્યું છે. મેટ્રો રેલની ઝડપી, સુવિધાજનક અને સમયબદ્ધ સેવા મુસાફરોને આકર્ષી રહી છે. જેના પરિણામે સામાન્ય દિવસોમાં પણ મેટ્રોમાં મુસાફરી કરનારા લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જાેવા મળી રહ્યો છે. મેગા ઇવેન્ટ દરમિયાન સામાન્ય રીતે જાહેર પરિવહનના સાધનોમાં મુસાફરોની સંખ્યા વધતી હોય છે. જાેકે, અમદાવાદ મેટ્રો રેલ એ કોઈ મોટી ઇવેન્ટના વધારાના ટ્રાફિક વિના જ દૈનિક ૨ લાખ મુસાફરીનો આંકડો હાંસલ કરતા મેટ્રો રેલ સેવાની લોકપ્રિયતા અને ઉપયોગિતા સામે આવી છે. મુસાફરોની વધતી સંખ્યા સાથે અમદાવાદ મેટ્રો શહેરની જાહેર પરિવહન વ્યવસ્થામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution