મુંબઇ-

ડાન્સર કોરિયોગ્રાફર અને ડિરેક્ટર રેમો ડીસુઝાને હાર્ટ એટેક આવ્યો છે. આને કારણે તેમને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેણે હોસ્પિટલમાં એન્જીયોપ્લાસ્ટી સર્જરી કરાવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રેમોની હાલત હાલ સ્થિર છે.

રિમો ડીસુઝાને શુક્રવારે બપોરે લગભગ 2.30 વાગ્યે હાર્ટ એટેક આવ્યો હોવાના અહેવાલ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રેમોના હૃદયમાંથી અવરોધ દૂર કર્યા પછી, તેને આઇસીયુ ખસેડાયો હતો. રેમો સાથે તેની પત્ની લિઝેલ પણ છે.