ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર એ ઝડપથી વિકસતા ભારતની જીવન રેખા : મોદી 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
08, સપ્ટેમ્બર 2026  |   3960

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરામાં રૂા.૩૫,૨૦૦ કરોડથી વધુ મૂલ્યના વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, ઉદ્ઘાટન અને રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા. નમો વિકસિત ભારત કાર્યક્રમમાં સંબોધતા વડાપ્રધાને કહ્યું હતું કે, ભારતમાં હવે ચિપ્સથી લઈને શિપ્સ સુધી નિર્માણની નવી ગાથા લખી રહ્યું છે. તેમણે વિપક્ષ પર ટીપ્પણી કરતાં કહ્યું કે, પાછલા એક દશકમાં ભારત રેલ એન્જિન અને મેટ્રો કોચ બનાવી રહ્યું છે. ૨૦૧૪થી અત્યાર સુધી ૫૦,૦૦૦ આધુનિક રેલ કોચ બનાવ્યા છે. જૂની સરકાર ૧૦ વર્ષમાં ૫૦,૦૦૦ ટોયલેટ્સ બનાવી શકતી ન હતી. વડાપ્રધાને કહ્યું કે, લાલ કિલ્લા પરથી જાહેર કરાયેલા ‘સપ્તધારા’ માં એક ગતિ શક્તિની પણ છે. તેમણે વિકસિત ભારતમાં એવી કનેક્ટીવીટી જાેઈએ જે સુગમ પણ હોય અને તેજ પણ હોય. તેમણે કહ્યું કે, જે ૨૮૦૦-કિલોમીટરના ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરના પૂર્ણતાને દર્શાવે છે. તેમણે વડોદરાને ગતિ શક્તિ યુનિવર્સિટીના સાચા શહેર તરીકે બિરદાવ્યું જ્યાં આ વિશાળ પ્રોજેક્ટની અંતિમ કડીઓ જાેડવામાં આવી હતી. ૨૧મી સદીના ભારત માટેનું આ ઐતિહાસિક કાર્ય પૂર્ણ થયું છે.

તેમણે કહ્યું કે, ગત ૧૨ વર્ષમાં દેશમાં કામ કરવાની સંસ્કૃતિ કેવી રીતે બદલાઈ છે. ડીએફસીનો વિચાર ૨૦૦૪માં શરૂ થયો હતો. ૨૦૦૬માં આ માટે વિશેષ કંપની બનાવાઈ પરંતુ ૨૦૧૪ સુધી તેની ફાઈલો ફરતી રહી, અટકતી રહી અને ભટકતી રહી. ૨૦૧૪માં દિલ્હી પહોંચતાજ તેને ગતી આપવાનું કામ શરૂ કર્યુર્તે પૂર્વે ૭-૮ વર્ષમાં એક કી.મીનું કામ પણ પૂર્ણ થયું ન હતુ., વડાપ્રધાને કહ્યું કે, પૂર્વ અને પશ્ચિમ ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરએ વિકાસનો આધાર બની રહેશે. વડાપ્રધાને કહ્યું કે, પેસેન્જર અને ફ્રેઇટ ટ્રાફિકને અલગ કરવાથી દરરોજ ૪૩૦થી વધુ માલગાડીઓ દોડી શકે છે, જેનાથી ૩૦-કલાકની ટ્રકની મુસાફરી ઘટીને માત્ર ૧૦-૧૨ કલાક થઈ ગઈ છે. તેમણે સમજાવ્યું કે ૧૦૦ કિલોમીટરનું અંતર કાપવામાં હવે અગાઉના સમય કરતાં અડધાથી પણ ઓછો સમય લાગે છે, જેનાથી બળતણની બચત થાય છે, અને પર્યાવરણનું રક્ષણ થાય છે. રોકાણ એક જ ટ્રેક પર કરવામાં આવ્યું હતું, પરંતુ તેનાથી અનેક ગણા ફાયદા થયા. 

વિસ્તૃત લોજિસ્ટિક્સ નેટવર્કના કારણે કૃષિ લાભો અંગે કહેતા પૂર્વ અને પશ્ચિમ ભારતના ખેડૂતો હવે ઝડપથી બગડી જતી વસ્તુઓને મોટા બજારોમાં ઝડપથી પહોંચાડી શકે છે. નવા કોરિડોર પર એક નોંધપાત્ર ઓપરેશનલ માઇલસ્ટોન શેર કરતા, પ્રધાનમંત્રીએ જેએનપીટી પોર્ટથી વડોદરા સુધી ડબલ-સ્ટેક કન્ટેનર ફ્રેઇટ ટ્રેનના સફળ સંચાલનની પ્રશંસા કરતા એક જ ટ્રેનની મુસાફરીએ મુંબઈથી સીધા ૨૫૦થી વધુ ટ્રકો જેટલા માલનું વહન કર્યું. 

તેમણે ઉલ્લેખ કર્યો કે ૨૦૧૪ થી, રાષ્ટ્રે ૫૦,૦૦૦ આધુનિક કોચનું સફળતાપૂર્વક ઉત્પાદન કર્યું છે અને રેલવે નેટવર્કમાં લગભગ ૨.૫ લાખ વેગન ઉમેર્યા છે. જ્યારે તેમણે વિપક્ષ પર ટીકા કરતા કહ્યુ કે, જૂની સરકાર ૧૦ વર્ષમાં ૫૦,૦૦૦ ટોઈલેટ્સ પણ બનાવી શકતી ન હતી. પ્રધાનમંત્રએ સોલર પીવી મોડ્યુલ્સના સ્થાનિક ઉત્પાદનના કારણે અગાઉના અત્યંત આયાત ખર્ચમાં કાપ મૂક્યો અને વિશાળ ૨૦૦ ગીગા વોટ ક્ષમતા ઊભી કરી. તેમણે કડાણા ડેમ ફ્લોટિંગ સોલર પ્રોજેક્ટનું પણ ખાતમુહૂર્ત કર્યું હતુ. તેમણે કહ્યું કે, પીએમ સૂર્ય ઘર મફ્ત વીજળી યોજના અંતર્ગત દેશભરમાં ૫૫ લાખ પરિવારો તેમના ધરની છત પર સોલાર પ્લાન્ટ લગાડી ચૂક્યા છે. અને વિજળીનું નિર્માણ કરી રહ્યાં છે. જેમાં ગુજરાતના ૧૧ લાખ પરિવારોનો સમાવેશ થાય છે. વીજળી ઉત્પાદક બનવા અને સ્થાનિક સ્તરે રોજગારી ઊભી કરવા માટે સક્ષમ બનાવ્યા છે.ભારત હવે ચિપથી લઈને શિપ સુધી મેન્યુફેક્ચરિંગની નવી ગાથા લખી રહ્યું છે.

વડાપ્રધાને મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટનું ઉદ્ઘાટન કર્યું 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે મુંબઈ ખાતે ‘ગ્લોબલ ફિનટેક ફેસ્ટ’નું ઉદ્ઘાટન કર્યું હતું. કાર્યક્રમને સંબોધિત કરતા તેમણે ભારતના ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ અને ફિનટેક સેક્ટરની સતત વધી રહેલી પહોંચનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ જણાવ્યું કે યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI)  હવે માત્ર ભારત પૂરતું સીમિત નથી રહ્યું, પરંતુ તેનો વિસ્તાર ૧૧ દેશો સુધી થઈ ચૂક્યો છે. વિકસિત ભારત અને ફિનટેક: વર્ષ ૨૦૨૪ માં સતત ત્રીજી વખત સરકાર બનવાની ‘હેટ્રિક’ બાદ ગ્લોબલ ફિનટેક ફેસ્ટમાં પણ આ તેમની સતત ત્રીજી હાજરી છે. આ દર્શાવે છે કે ‘વિકસિત ભારત’ના નિર્માણમાં ફિનટેક ક્ષેત્ર અને તેનાથી જાેડાયેલા લોકોની ભૂમિકા કેટલી મહત્વપૂર્ણ છે.દરેક વખતે આ ફેસ્ટમાં પહેલા કરતાં વધુ યુવાનો, વધુ ઊર્જા અને નવી સક્ષમતા જાેવા મળે છે. યુવાનોમાં જાેખમ લેવાની ક્ષમતા અને મોટા સપના જાેવાની વૃત્તિ વધી રહી છે, જે ભારતના ઉજ્જવળ ભવિષ્યનો વિશ્વાસ મજબૂત કરે છે. પીએમ મોદીએ જણાવ્યું કUPI  ની સફળતા બાદ હવે આપણો આગામી લક્ષ્યાંક અન્ય દેશોના પેમેન્ટ સિસ્ટમ સાથે સીધા જાેડાણ કરવાનો હોવો જાેઈએ.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution