/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

નોટાના બટનના ઉપયોગ બાબતે પ્રચાર-પ્રસાર કરવા માગ

વડોદરા

આગામી તા.ર૧મી ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાનાર છે ત્યારે કોઈપણ ઉમેદવાર મતને લાયક નથી તે બટનનો ઉપયોગ મતદારો કરી શકે તે માટે નોટાનો પ્રચાર-પ્રસાર કરવાની માગ સામાજિક કાર્યકરે કરી મુખ્ય ચૂંટણી અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.

આવેદનપત્રમાં જણાવ્યું છે કે, નોટાનું બટનનો ઉપયોગ નકારાત્મક નહીં પરંતુ હકારાત્મક છે. નોટાને આપેલ મત દર્શાવે છે કે મતદાર તમામ ઉમેદવારથી નારાજ છે. કારણ કે, ઉમેદવાર લોકહિતનું પ્રતિનિધિત્વ કરતા જ નથી અને જનતાની પ્રાથમિક સુવિધાઓના પણ કામ કરતા નથી, ફક્ત વાયદા અને વચનોની લહાણી કરતા હોય છે, નાગરિકોને વેરાનું વળતર આપતા નથી. સુપ્રીમ કોર્ટ તેમજ મુખ્ય ચૂંટણી કચેરી દ્વારા રાજ્યકક્ષાએ અને જિલ્લાકક્ષાએ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા નોટા - નોન ઓફ ધ એબોવના બટનનો ઉપયોગની જાણકારી માટે ખાનગી ન્યુઝ ચેનલો-ખાનગી કેબલ નેટવર્ક, દૂરદર્શન, આકાશવાણી, રેડિયો, ઓટોરિક્ષાઓમાં પ્રચાર-પ્રસાર કરવાનો છે અને જે ફંડ નોટા માટે આપેલ છે તે વાપરવાનું છે. ત્યારે હાલ વડોદરામાં રાજકીય પાર્ટીઓ દ્વારા પોતાનો પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે ત્યારે મુખ્ય

ચૂંટણી અધિકારી વડોદરા શહેર-જિલ્લા દ્વારા પણ નોટાનો પ્રચાર પ્રસાર કરવા અને તેની જાણકારી તમામ નાગરિકો સુધી આપવા માગ કરી છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution