આણંદ : કોવિડ-૧૯ મહામારીમાં દુનિયાભરમાં શૈક્ષણિક પ્રવૃતિઓને અસર કરી છે અને શાળાઓ-કોલેજાે-યુનિવર્સિટીઓ બંધ રહી છે. મહામારીની અસરો શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે મોટા પડકારસમાન બનેલી છે. મહામારીમાં કોરોના વાઇરસના કહેર અને વધતા જતાં કેસોના કારણે ચાંગાસ્થિત ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ચારુસેટ યુનિવર્સિટી)એ જાહેર સલામતી માટે સરકાર સાથે હાથ મિલાવ્યાં છે અને વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને ઓનલાઈન લર્નિંગની સુવિધાઓ પૂરી પાડે છે. જુલાઈમાં નવા સેમિસ્ટરના આરંભ સાથે જ તમામ ઓનલાઇન ક્લાસીસમાં સંપૂર્ણ હાજરી સાથે વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. ચારુસેટ યુનિવર્સિટી સંલગ્ન દેવાંગ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ ટેક્નોલોજી એન્ડ રિસર્ચ (DEPSTAR) દ્વારા બિગ ડેટા એનાલિસ્ટિક, ડેટા સાયન્સ એન્ડ એનાલિસ્ટિક, એડ્‌વાન્સ કોમ્પ્યુટિંગ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, મશીન લર્નિંગ, બ્લોકચેઇન, સાઇબર સિક્યુરિટી એન્ડ સાઇબર લૉ, એડવાન્સ વેબ ટેક્નોલોજીસ જેવા ટ્રેન્ડિંગ અને ફ્યુચરિસ્ટિક એરિયા વિશે ૫૦ એક્સપર્ટ ટોક- નિષ્ણાતોના વાર્તાલાપો યોજવામાં આવ્યા હતા.

ફેકલ્ટી ઓફ ટેક્નોલોજી એન્ડ એન્જિનિયરિંગના ડીન અને DEPSTARના પ્રિન્સિપાલ ડો.અમિત ગણાત્રાએ કહ્યું હતું કે, વિદ્યાર્થીઓના અભ્યાસમાં કોઈ અવરોધ ન આવવો જાેઈએ. DEPSTARજે પ્રવૃતિઓ સામાન્ય પરિસ્થિતિમાં કરતી હતી, તે આ કપરાં સંજાેેગોમાં પણ થવી જાેઈએ. મહામારીની વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર ન પડવી જાેઈએ. DEPSTARવિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસની સાથે સાથે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રીત કરવાનો હેતુ ધરાવે છે. આથી ક્રિએટિવ થિંકિંગ, સોફ્ટ સ્કીલ્સ, મોટિવેશનલ ટોક દ્વારા યોજવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં શિક્ષણ-ઉદ્યોગ-રિસર્ચ સંસ્થાઓના નિષ્ણાતોએ ભાગ લીધો હતો. વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતોમાં જાણીતા પ્રેરણાત્મક વક્તા સંજય રાવલ, GESIAના ચેરમેન અને ડિરેક્ટર મૌલિક ભણશાલી તેમજ જાેઇન્ટ સેક્રેટરી અને ડિરેક્ટર ઉમેશ રાતેજા, સિમ્બાયોસિસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના ડિરેક્ટર ડો.કેતન કોટેજા, માઈક્રોસોફ્ટ-યુએસએના અગ્રણી AI એન્જિનિયર ધર્મેશ કાકડિયા, અમદાવાદ યુનિવર્સિટીના ઈન્ટરિમ ડીન અને પ્રો.ડો.સંજય ચૌધરી, CTOહેશ મીડિયાના સ્થાપક હર્ષિત લાલપુરા વગેરે પ્રખ્યાત વકતાઓએ ભાગ લીધો હતો અને સોફ્ટ સ્કીલ્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવાં વિષયો અને ટેક્નોલોજી પર પોતાના વિચારો રજૂ કર્યા હતા.

ડો. અમિત ગણાત્રાના નેતૃત્વમાં ઇન્ફોર્મેશન ટેક્નોલોજી ડિપાર્ટમેન્ટના વડા ડો.અમિત નાયક, કમ્પ્યુટર એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના વડા ડો. દ્વિપના ગર્ગ અને કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગના વડા પ્રો.પાર્થ ગોયેલના માર્ગદર્શન હેઠળ તમામ ફેકલ્ટી મેમ્બર્સ દ્વારા સફળતાપૂર્વક વિવિધ સેશનો યોજાયા હતા. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે આ પ્રકારના કાર્યક્રમોના આયોજન માટે DEPSTARને ચારુસેટના પદાધિકારીઓ અને મેનેજમેન્ટ દ્વારા સતત સમર્થન, માર્ગદર્શન અને પ્રેરણા પ્રાપ્ત થઈ રહી છે.