લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
28, ઓગ્સ્ટ 2026 |
3267
વૈશ્વિક મંચ પર ભારતની સ્થિતિ વધુ મજબૂત કરવા અને આર્થિક તેમજ વ્યૂહાત્મક રણનીતિઓને ધારદાર બનાવવા માટે ભારતે પોતાનું માસ્ટરસ્ટ્રોક ‘ફેબ-૪ મિશન’ મેદાનમાં ઉતાર્યું છે. સરહદની શાંતિથી લઈને અબજાે ડોલરના રોકાણ સુધીના મજબૂત એજન્ડા સાથે દેશના ચાર દિગ્ગજાેએ વિશ્વના શક્તિશાળી દેશોનો પ્રવાસ ખેડ્યો છે. આ મુલાકાતો માત્ર ઔપચારિક નથી, પરંતુ ભારતના ‘મિશન ૨૦૪૭’ને ધ્યાનમાં રાખીને ટેકનોલોજી, ઊર્જા અને ઉત્પાદન ક્ષેત્રે ગેમ-ચેન્જર સાબિત થવાની છે.
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલની બેઇજિંગ મુલાકાત વિશેષ રૂપે ભારત-ચીન સરહદ વિવાદના ઉકેલ પર કેન્દ્રિત રહી હતી. સ્પેશિયલ રિપ્રેઝન્ટેટિવ્સની ૨૫મા રાઉન્ડની બેઠકમાં બંને પક્ષો સરહદ પર શાંતિ જાળવવા રાજદ્વારી અને લશ્કરી ચેનલોનો સક્રિય ઉપયોગ કરવા સંમત થયા છે. એવી પણ શક્યતા છે કે આગામી બ્રિક્સ સમિટમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ મોટા રોકાણ પેકેજની જાહેરાત કરી શકે છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે મોસ્કોમાં ભારત-રશિયા આંતર-સરકારી આયોગની ૨૭મી બેઠકમાં ભાગ લીધો હતો. તેમણે સ્પષ્ટ કર્યું કે છેલ્લા પાંચ વર્ષમાં બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર ચાર ગણો વધ્યો છે.