આણંદ-

ડૉ. વર્ગીસ કુરીયનની પૂણ્યતિથી નિમિત્તે તેમની જીવનકથા ઉપર આધારિત “ધ મેન હુ મેઈડ ધ એલીફન્ટ ડાન્સ” શિર્ષક ધરાવતી ઓડિયો બુકની રજૂઆત કરવામાં આવી છે. 

આ પ્રસંગે એક વેબીનારનું પણ આયોજન કરવામાં આવ્યુ હતું, જેમાં ડેરી ઉદ્યોગના જાણીતા મહાનુભવો તથા ડૉ. કુરીયનના જીવન અને તેમની સંસ્થાઓ સાથે સીધી અથવા આડકતરી રીતે સંકળાયેલા 1,000 લોકો જોડાયા હતા. આ સમારંભના મુખ્ય મહેમાન તરીકે ડૉ. વર્ગીસ કુરીયનનાં દિકરી નિર્મલા કુરીયન હજાર રહ્યા હતાં અને અતિથિવિશેષ તરીકે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના ચેરમેન દિલીપ રથ પણ જોડાયા હતા. આ પ્રસંગે ખાસ આમંત્રિતો તરીકે આઈપીજી મીડિયાબ્રાન્ડ ઈન્ડિયાના CEO શશી સિંહા અને ડકુના એસોસિએટસ મુંબઈના એમડી રાહુલ ડકુના હાજર રહ્યા હતા. આ બુક વેબસાઈટ www.drkurien.com ઉપર લોન્ચ કરવામાં આવી છે.