/
ડ્રગ્સ કેસ: ધર્મા પ્રોડક્શનના પૂર્વ નિર્માતા ક્ષિતિજ પ્રસાદની ધરપકડ

મુંબઇ- 

બોલિવૂડ ડ્રગ્સ કનેક્શન કેસમાં પૂછપરછ અને ધરપકડના રાઉન્ડ સતત ચાલુ છે. શનિવારે મુંબઈની એનસીબી ટીમે બોલિવૂડ સાથે સંકળાયેલા ક્ષિતિજ પ્રસાદની ધરપકડ કરી હતી. ક્ષિતિજ ધર્મા પ્રોડક્શનમાં એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર (ઇપી) હતો. એનસીબીએ થોડા દિવસો પહેલા સતત તેની પૂછપરછ કરી હતી અને આજે ધરપકડ કરવામાં આવી છે. એક દિવસ પહેલા જ ક્ષિતિજ પ્રસાદને એનસીબી દ્વારા બોલાવવામાં આવ્યો હતો અને કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી હતી. આરોપ છે કે ક્ષિતિજ ડ્રગ ડીલર પાસેથી ડ્રગ્સ લેતો હતો.

મળતી માહિતી પ્રમાણે કેટલીક તસવીરો સામે આવી હતી, જેમાં ધર્મ પ્રોડક્શનના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર ક્ષિતિજ પ્રસાદ અને સહાયક ડિરેક્ટર અનુભવ ચોપરા ડ્રગ પેડલર સાથે ઉભા જોવા મળ્યા હતા.

મળતી માહિતી મુજબ એનસીબીએ પુછપરછ કર્યા પછી જ ક્ષિતિજની ધરપકડ કરી છે. ક્ષિતિજ ધર્મા પ્રોડક્શન સાથે સંકળાયેલા છે, જેની માલિકી કરણ જોહરની છે. ક્ષિતિજ પ્રસાદ અને અનુભવ ચોપરા સાથેની તસવીરમાં જોવા મળતા ડ્રગ પેડલરને તાજેતરમાં એનસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ ડ્રગ પેડલરનું નામ અંકુશ એરેન્જા છે.ઉલ્લેખનીય છે કે ક્ષિતિજ અને અનુભવ કરણ જોહરની ખૂબ નજીક માનવામાં આવે છે.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution