/
પ્રેગ્નેન્ટ અનુષ્કા શર્મા હવે શૂટીંગમાં વ્યસ્ત,યેલો ડ્રેસમાં નજરે પડી

મુંબઇ 

બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા હાલમાં પ્રેગ્નેન્ટ છે અને તે જાન્યુઆરી 2021માં બાળકને જન્મ આપી શકે તેવી પણ ચર્ચાઓ છે. એક્ટ્રેસ થોડા સમય પહેલા IPLમાં RCBની ટીમને સપોર્ટ કરવા માટે UAEમાં પહોંચી હતી, પરંતુ ત્યાંથી પાછા આવ્યા બાદ તે સતત શૂટિંગ કરી રહી છે. સોશિયલ મીડિયા પર અનુષ્કા શર્માના પ્રેગ્નેન્સી લૂકની તસવીરો વાઈરલ થઈ રહી છે. હાલમાં જ શૂટિંગ દરમિયાન અનુષ્કા યેલો ડ્રેસમાં સ્પોટ કરવામાં આવી. આ ફોટોને જોઈને ફેન્સ કહી રહ્યા છે કે અનુષ્કાએ પ્રેગ્નેન્સી દરમિયાન પણ વજન વધાર્યું નથી.

કોરોનાની મહામારી વચ્ચે અનુષ્કા શૂટિંગ પર ખૂબ જ સાવધાન દેખાઈ રહી છે. બુધવારે તે ફરી એકવાર શૂટિંગ સેટ પર જોવા મળી હતી. આ દરમિયાન તે પોતાની વૈનિટી વેનથી બહાર નીકળતા જોવા મળી. આ ફોટોમાં અનુશ્કાએ યેલો મિની ડ્રેસ પહેર્યો હતો. પોતાના વાળને ખુલ્લા રાખીને તેણે વ્હાઈટ કલરના શૂઝ પહેર્યા હતા. તેના આ શાનદાર ફોટોમાં ચહેરા પર સ્મિત પણ દેખાઈ રહ્યુ્ં છે. 

આ પહેલા મંગળવારે પણ અનુષ્કા સેટ પર સ્પોટ કરાઈ હતી. જેમાં તે વ્હાઈટ શોર્ટ ડ્રેસ અને જેકેટ પહેરેલી હતી. આ દરમિયાન તેણે માસ્ક પણ પહેર્યું હતું. બેબી બમ્પ સાથે આ ગેટઅપમાં તે ખૂબ જ જામી રહી હતી. આ ઉપરાંત અનુષ્કાએ પોતાના 'ચાય ટાઈમ'નો ફોટોગ્રાફ શેર કર્યો હતો. ખાસ વાત છે કે આ તસવીર અનુષ્કાના પિતાએ ક્લિક કરી હતી. તસવીરમાં અનુષ્કા શર્મા ખુરશીમાં બેઠેલી હતી. પેસ્ટલ પિંક ડ્રેસમાં અનુષ્કા કેમેરા સામે જોઈને મોટી સ્માઈલ આપી રહી છે. 


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution