એકતા કપૂરના સુપરનેચરલ શો ‘નાગિન’ની પાંચમી સીઝન ટૂંક સમયમાં આવશે. હાલમાં જ ‘નાગિન 4’ના ક્લાઈમેક્સ એપિસોડનું શૂટિંગ કરીને એકતા કપૂરે ‘નાગિન 5’નું ટીઝર રિલીઝ કર્યું હતું. હિના ખાન પહેલી જ વાર ઈચ્છાધારી નાગિનના રોલમાં જોવા મળશે.

હાલમાં જ ટીવી એક્ટર મોહિત મલ્હોત્રાએ કહ્યું હતું કે તે અને હિના ખાન ‘નાગિન 5’માં કામ કરી રહી છે. હવે ચેનલે શોનો પહેલો લુક રિલીઝ કર્યો છે. લુક રિલીઝ કરીને કહેવામાં આવ્યું હતું, ખુલેંગે બરસો પુરાને રાઝ ઔર સામને આયેગા સબસે બલશાલી નાગિન કા ચહેરા.

અભિનેતા ધીરજ ધુપરને નાગીન-૫માં મુખ્ય રોલ માટે પસંદ કરી લેવામાં આવ્યો છે. ધીરજ કહે છે આ ફેન્ટસી ફિકશન ફ્રેન્ચાઇઝીનો ભાગ બનીને હું ખુબ જ ખુશ થયો છું. મારા માટે આ અત્યંત ખાસ બાબત છે કે મને નાગિન જેવા ટોપ શોમાં મુખ્ય રોલ નિભાવવાની તક મળી. હું પહેલેથી જ આ શોનો ચાહક રહ્યો હતો અને એક વખત શોમાં કામ કરવાની મારી ઇચ્છા પણ હતી. હવે મને આ સિરીયલમાં મુખ્ય રોલ મળી જતાં મારા માટે સપનુ પુરુ થયું છે. મેં અગાઉ કદી પણ આ પ્રકારનો રોલ નિભાવ્યો છે.

મુળ બરેલીનો આ અભિનેતા ૨૦૦૯થી અભિનયની દુનિયામાં છે. માત પિતા કે ચરનો મેં-સ્વર્ગ શો તેનો કલર ટીવી પરનો પહેલો શો હતો.એ પછી તેણે બહેને, મિસીસ તેંડુલકર, જિંદગી કહે સ્માઇલ પ્લીઝ, સસુરાલ સિમર કા, સુહાગી સિંદુર, કુમકુમ ભાગ્ય, ડાન્સ ઇન્ડિયા ડાન્સ સહિતના શો કર્યા છે. હવે તે નાગિન-૫માં જોવા મળશે. ૨૦૧૫માં તે સસુરાલ સિમર કાના રોલ માટે ઈન્ડિયન ટેલિવિઝન એકેડેમીનો એવોર્ડ પણ જીતી ચુકયો છે.