ખેડા-

જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણને લઈ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આવતીકાલ ૧૦ એપ્રિલથી રાજાધિરાજ શ્રી રણછોડરાયજી મંદિરમાં દર્શનનો સમય નીચે મુજબ રાખવામાં આવ્યો છે.

સવારે ૬ઃ૪૫ કલાકે નિજ મંદિર ખુલશે.

૭ઃ૦૦ કલાકે મંગળા આરતી થશે.

૭ઃ૦૦થી ૮ઃ૩૦ કલાક સુધી દર્શન ખુલ્લા રહેશે.

૮ઃ૩૦થી ૯ઃ૦૦ કલાક સુધી રાજાધિરાજ શ્રી રણછોડરાયજી મહારાજ બાલભોગ, શૃંગારભોગ અને ગોવાળભોગ આરોગવા બિરાજશે, આ સમય દરમ્યાન દર્શન બંધ રહેશે.

૯ઃ૦૦થી ૧૦ઃ૩૦ વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે.

૧૦ઃ૩૦થી ૧૧ઃ૧૫ કલાક સુધી રાજાધિરાજ રાજભોગ આરોગવા બિરાજશે, દર્શન બંધ રહેશે.

૧૧ઃ૧૫થી ૧૨ઃ૦૦ દર્શન ખુલ્લા રહેશે.

૧૨ઃ૦૦ વાગે ઠાકોરજી પોઢી જશે, મંદિર પ્રવેશ બંધ રહેશે.

૪ઃ૦૦ કલાકે નિજ મંદિર ખુલશે.

૪ઃ૧૫ વાગે ઉત્થાપન આરતી થશે.

૪ઃ૧૫થી ૪ઃ૪૫ દર્શન ખુલ્લા રહેશે.

૪ઃ૪૫થી ૫ઃ૦૫ ઠાકોરજી શયનભોગ આરોગવા બિરાજશે, મંદિર પ્રવેશ બંધ રહેશે.

૫ઃ૦૫ વાગે શયન આરતી થશે.

૫ઃ૦૫થી ૫ઃ૪૫ દર્શન ખુલ્લા રહેશે.

૫ઃ૪૫થી ૬ઃ૩૦ ઠાકોરજી સખડીભોગમાં બિરાજશે, દર્શન બંધ રહેશે.

૬ઃ૩૦થી ૭ઃ૦૦ સુધી દર્શન ખુલ્લા રહેશે.

૭ઃ૦૦ વાગે ઠાકોરજી પોઢી જશે, મંદિર પ્રવેશ બંધ રહેશે.