ભગવાન કૃષ્ણની પ્રતિમા સાથે તેમને ગમતી વાંસળી અને મોરપંખ મુકવામાં આવે તો ભગવાન પ્રસન્ન થાય છે અને જીવનમાં સુખ, શાંતિ અને સમુદ્ધિ આવે છે. માન્યતા છે કે, શ્રીકૃષ્ણની પ્રતિમા પાસે કેટલીક જરૂરી વસ્તુઓ મુકવી જોઇએ. જેનાથી ભગવાન પ્રસન્ન થાચ છે. તેને પ્રતિમા પાસે મુકવાનું શુભ માનવામાં આવે છે. અને આનાથી ભગવાનની કૃપા આપણા પર રહે છે. ભગવાન શ્રીકૃષ્ણની પ્રતિમા સાથે વાંસળી, મોરપંખ, માખણ-સાકર રાખવા જોઇએ.

વાંસળી - વાંસળી ભગવાન કૃષ્ણને ઘણી જ પ્રિય છે. માન્યતા છે કે, વાંસળીને ભગવાનની પ્રતિમા સાથે જરૂર રાખવી જોઇએ. જેનાથી ઘરમાં સુખ શાંતિ આવે છે. વાંસળી તેમની પ્રતિમા સાથે રાખવાનુ શુભ માનવામાં આવે છે.

તુલસીની માળા - ભગવાન કૃષ્ણને તુલસી ઘણી પ્રિય છે. એટલે જ કૃષ્ણને માનનારા તેમના પ્રસાદમાં યાદ કરીને તુલસી પત્ર મુકે છે. ઘરમાં એક તુસલીનું કુંડુ પણ લગાવવું શુભ માનવામાં આવે છે. એટલે જ કૃષ્ણની પ્રતિમા સાથે તુલસીની માળા મુકવી જરૂરી છે.

મોરપંખ- ભગવાન કૃષ્ણની મનગમતી વસ્તુઓમાં મોરપંખ પણ છે. તેઓ હંમેશા પોતાના મુગટ પર મરપંખ લગાવતા હતા. માન્યતા છે કે, મોરપંખ વગર શ્રીકૃષ્ણનો શૃગાંર અધૂરો હોય છે.