મંગળવારનો દિવસ સંકટોમોચન હનુમાનજીને સમર્પિત છે. જો હનુમાનજીની સાચા દિલથી પૂજા કરવામાં આવે તો બધી સમસ્યાઓથી છુટકારો મળે છે.અને મંગળવારે હનુમાનજીના પોતાના ભક્તો પર ખાસ કૃપા કરે છે. તેથી આ દિવસે હનુમાનજીની પૂજા સાથે જોડાયેલ આ ઉપાય કરવાથી ભક્તોની તમામ સમસ્યાઓ દૂર થાય છે.

મંગળવારે ઘરના વાસ્તુ દોષને દૂર કરવા માટે ઘરમાં ભગવાન હનુમાનજીની મૂર્તિ રાખવી જોઈએ. અને તમારા ઘરને દુષ્ટ પ્રભાવથી બચાવે છે. અને જો ઘરમાં આવી મૂર્તિ હોય તો તે ઘર પર તંત્ર મંત્રની કોઈ અસર થતી નથી. આ ઉપરાંત આ મૂર્તિને ઘરમાં રાખવાથી પિતૃ દોષ પણ દૂર થાય છે. મંગળવારે સાંજે હનુમાનજીના મંદિરે જઈને તેમને સિંદૂર લાગવું જોઈએ અને સીતા માતાના પગ પર જમણા હાથના અંગૂઠાથી લાગવું જોઈએ. આ બધી મનોકામનાની પુરી કરે છે અને આ દિવસે બુંદીને પ્રસાદ તરીકે આપવાથી આર્થિક સંકટ દૂર થાય છે. 

જો કોઈ નજરદોષથી પીડિત હોય તો મંગળવારના દિવસે હનુમાનજીના ખભાનું સિંદૂર લઈને વ્યક્તિ તરફ એક નજર લાગેલ વ્યક્તિને લાગવું જોઈએ એવું 5 મંગળવાર સુધી કરવું જોઈએ .જો તમને રાત્રે ખરાબ સપનાઓ આવે છે, તો મંગળવારે સવારે સ્નાન કર્યા પછી હનુમાનજીના પગ પર ફટકડી મુકવી જોઈએ. જેને સ્વપ્નો આવે છે તેમને આ ઉપાયથી ફાયદો થશે.