અમદાવાદ-

કેન્દ્ર સરકાર નવા વર્ષથી e-invoicing systemમાં ફેરફાર કરવા જઈ રહી છે. આ માટે બહાર પાડવામાં આવેલ જાહેરનામા મુજબ 1 જાન્યુઆરી 2021થી વાર્ષિક 100 કરોડ રૂપિયાથી વધુનું ટર્નઓવર ધરાવતા ઉદ્યોગપતિઓ અને કંપનીઓ માટે બિઝનેસ-ટુ-બિઝનેસ ટ્રાંઝેક્શન્સન e-invoice ફરજિયાત કરવામાં આવ્યું છે. એપ્રિલ 1 2021 થી બધા કરદાતાઓને બિઝનેસ-ટુ-બિઝનેસ ટ્રાંઝેક્શન્સન પર e-invoiceની જરૂર પડશે. હાલ વાર્ષિક ટર્નઓવર રૂ. 500 કરોડથી વધુ ધરાવતી કંપનીઓ માટે e-invoice ફરજિયાત છે જે e -bill તરીકે પણ ઓળખાય છે. જીએસટી કાયદા અંતર્ગત 1 ઓક્ટોબર 2020 થી ૫૦૦ કરોડથી વધુ ટર્નઓવરવાળી કંપનીઓ માટે બિઝનેસ-ટુ-બિઝનેસ ટ્રાંઝેક્શન માટે e-invoicing ફરજિયાત કરવામાં આવ્યું છે. નવા વર્ષથી 100 કરોડનું વાર્ષિક ટર્નઓવરવાળી કંપનીઓ માટે પણ હવે e-invoicing ફરજિયાત બનવા માટે 50 દિવસથી ઓછા સમય બાકી છે. નવી સિસ્ટમ અંતર્ગત 100 કરોડનું વાર્ષિક ટર્નઓવર અથવા તેનાથી મોટી કંપનીઓએ દરેક વેચાણ માટે એક unique invoice reference portal દ્વારા e-invoice બનાવવું પડશે. એક ઈન્વોયર રેફરન્સ નંબર IRN જનરેટ થશે. નવા વર્ષથી આવું ન કરનારી કંપનીઓ વ્યબિઝનેસ-ટુ-બિઝનેસ ટ્રાંઝેક્શન્સન કરી શકશે નહીં. સરકારના આ પગલાથી જીએસટીના નિયમોનું યોગ્ય પાલન કરવામાં સક્ષમ બનશે અને સરકારના જીએસટીમાંથી આવક વધશે.