/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

થરાદ હાઇવે પાસે ડીપીના રિપેરિંગ વેળા વીજકર્મી પોલપરથી નીચે પટકાતા મોત

બનાસકાંઠા : બનાસકાંઠામાં સરકારી નોકરીમાં કામ કરતા સમયે ફરજ પર જ એક યુવકનું અકસ્માતે મોત થયું છે.બનાવની વિગત એવી છે કે બનાસકાંઠાના થરાદના હાઇવે પર આજે એક વીજકર્મીના મોતની ઘટના ધટી છે. આ વીજકર્મી પોલ પર કામ કરી રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર તેણે બેલેન્સ ગુમાવતા તે જમીન પર ધડાકા સાથે પટકાયો હતો.લગભગ ૨૦ ફૂટ જેટલા ઉંચા વીજપોલ પરથી નીચે પટકાતા વીજકર્મીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. ઘટનાને પગલે વીજ કંપનીના કર્મચારીઓમાં ખળભળાટ મચી ગયો છે.ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા. થરાદ હાઇવે પર એક ડીપી રિપેરીંગનું કામ થઈ રહ્યું હતું. આ કામ અર્થે વીજકર્મી રાજુ ઘુડાભાઈ ઠાકોર રિપેરીંગ અર્થે વીજપોલ પર ચઢ્યા હતા. રાજુભાઈ રિપેરીંગ કરી રહ્યા હતા તેવામાં અચાનક જ તેઓ નીચે પટકાયા હતા. જોકે, તેમને પ્રાથમિક સારવાર મળે તે પહેલાં જ તેમના પ્રાણનું પંખેરૂ ઉડી ગયું હતું. આ બનાવના કારણે થરાદમાં શોકનું મોજું છવાયું છે.જમીન પર પટાકાયેલા રાજુ ઠાકોરને પ્રાથમિક સારવાર મળે તે પહેલાં જ તેમના પ્રાણનું પંખેરૂ ઉડી ગયું હતું બનાવ અંગ વીજ કંપનીના કર્મચારીઓએ થરાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. કર્મચારીના મૃતદહનું પીએમ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રિપેરીંગ સમયે વીજ લાઇન બંધ કરી દેવામાં આવતી હોય છે છતાં અનેકવાર કરન્ટ પસાર થઈ જતો હોય છે તેવામાં રાજુભાઈ ઠાકોરનું કરન્ટ લાગવાના કારણે પટકાવાથી મોત થયું કે અન્ય કારણોસર પટકાયા તે રહસ્ય ગૂંચવાયું છે. જોકે, તેમનો પીએમ રિપોર્ટ આવે જ સત્ય બહાર આવી શકશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution