/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

ગૃહ મંત્રાલયના મીડિયા વિંગના દરેક સીનિયર અધિકારીને ખસેડવામાં આવ્યા

ન્યુ દિલ્હી,તા.૬

પશ્ચિમ બંગાળમાં વાવાઝોડા એમ્ફાન દરમિયાન એનડીઆરએફના બચાવ પ્રયાસો સાથે આલ્કોહોલિક પીણાની તસ્વીરો ગૃહ મંત્રાલયના સત્તાવાર ફેસબુક પેજ પર જાહેર થયાના એક અઠવાડિયા બાદ સમગ્ર મીડિયા યૂનિટને દૂર કરાયા છે. આમ હવે ગૃહ મંત્રાલયમમાં સમગ્ર મીડિયા પાંખમાં ઘરખમ ફેરફારો કરાયા છે. મોટાભાગના અધિકારીઓને ખસેડી દેવાયા છે. 

હવે ગૃહ મંત્રાલયના પ્રવક્તા ડીજી વસુધા ગુપ્તા પીઆઇબી (પ્રેસ ઇન્ફર્મેશન બ્યૂરો)ની ફેક્ટ ચેક યુનિટની જવાબદારી સંભાળશે, જ્યારે ડીએવીપીમાં બીઓસીના ડિરેક્ટર જનરલ વાકાંકર નવા પ્રવક્તા બનશે. વાકાંકર અગાઉ સીબીઆઇ અને સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા તરીકેની કામગીરી બજાવી ચૂકયા છે.

ગૃહ મંત્રાલયના ડેપ્યુડી ડિરેક્ટર વિરાટ મજબૂરને ઓલ ઇÂન્ડયા રેડિયોમાં ખસેડી દેવાયા છે જ્યારે શેલત હરિત કેતનને ડીપીડીમાં શિફ્ટ કરી દેવાયા છે. પીઆઇબીના ડેપ્યુટી ડિરેક્ટર પ્રવીણ કવિએ ગૃહ મંત્રાલયમાં પુનરાગમન કર્યું છે. નોર્થ બ્લોક ખાતેની નવી મીડિયા ટીમમાં એડીજી રાજકુમારમની નિમણૂક કરાઇ છે. ગૃહ મંત્રાલયમાં વારંવાર થતાં આવા છીંડાથી ગૃહ મંત્રી અમિત શાહ નાખુશ છે તેવા નિર્દેશો વચ્ચે મીડિયા યુનિટની પુનર્રચના કરાઇ છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution