દિલ્હી, તા.૨૦ 

અમેરિકા અને બ્રાઝીલ જેવી સ્થિતિ હવે ભારતમાં નિર્માણ થઇ રહી છે. કારણ કે પોઝિટિવ કેસોની સંખ્યામાં પણ હવે તો રોજના આશરે એક હજાર લેખે વધારો થઇ રહ્યો છે. એટલે પાંચ દિવસમાં દર્દીઓની રોજ વધતી સંખ્યા ૧૧૦૦૦થી વધીને ૧૪૦૦૦ને પાર કરી ગઇ. માત્ર જૂન મહીનામાં જ અત્યાર સુધીમાં બે લાખ જેટલા કેસો વધી ગયા છે. ભારતમાં શનિવારે પોઝિટિવ કેસોની કુલ સંખ્યા ૪ લાખને વટી ગઇ હતી જ્યારે કુલ મૃતાંક ૧૩ હજારથી આગળ નીકળી ગયો હતો. શનિવારે એક જ દિવસમાં કોરોના વાયરસનાં રેકોર્ડ બ્રેક ૧૪,૫૧૬ આંકડા સામે આવ્યા છે. વર્લ્ડમિટર આ આંકડો ૧૪,૭૨૧ દર્શાવે છે. આ સાથે અન્ય એક સકારાત્મક સમાચાર એ પણ છે કે, સ્વસ્થ થયેલા લોકોનો આંકડો બે લાખની પાર જતો રહ્યો છે. હવે ૨,૧૩,૮૩૦ લોકો આ સંક્રમણથી બહાર આવી ગયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયનાં આંકડા પ્રમાણે, અત્યાર સુધીમાં ૫૪.૧ ટકા દર્દીઓ સંક્રમણમાંથી બહાર આવી ગયા છે. દેશભરમાં કોરોનાની કુલ સંખ્યા ૩,૯૫,૦૪૮ થઇ ગઇ છે. જ્યારે મૃતકોની સંખ્યા ૧૨,૯૪૮ થઇ ગઇ છે. જેમાં ૩૭૫ લોકોએ શનિવારે એક જ દિવસમાં દમ તોડ્‌યો છે. આ મહિનામાં અત્યાર સુધીમાં ૨,૦૪,૫૧૩ કેસ નોંધાયા છે. શનિવારે આવેલા કોરોનાનાં મામલામાં મહારાષ્ટ્રમાં ૩૮૨૭ કેસ, દિલ્હીમાં ૩૧૩૭ કેસ અને તમિલનાડુમાં ૨૧૧૫ કેસ નોંધાયા છે. તમિલનાડુમાં સતત ત્રીજા દિવસે ૨ હજાર દર્દી વધ્યા હતા. ભારતમાં ૧૮ મેના રોજ ૧ લાખ કેસ હતા. ૨ જૂને તે ૨ લાખ થયા.એટલે કે ૧૪ દિવસમાં એક લાખ કેસનો વધારો થયો. જ્યારે ૨થી ૪ લાખ થવામાં ફક્ત ૧૮ દિવસનો સમય લાગ્યો છે. ભારતમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રÌšં છે.