/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

કોરોના પછી આવેલા નવા રોગ મ્યુકોરમાઈકોસીસના લક્ષણ ધરાવતા દર્દીની એસએસજી હોસ્પિ.માં ચકાસણી

વડોદરા : કોરોનાની મહામારી હજુ નિયંત્રણમાં આવી નથી તેવા સમયે મ્યુકોર માઈકોસીસ રોગના દર્દીઓ સામે આવતાં આરોગ્ય તંત્ર સામે વધુ એક પડકાર સામે આવ્યો છે. જાે કે, આ મ્યુકોર માઈકોસીસ રોગ નવો નથી અને ચેપી પણ નથી. પરંતુ કોરોનાકાળમાં આ રોગ સામે આવતાં વધુ ચર્ચાસ્પદ બન્યો છે તેમ આ રોગના નિષ્ણાત તબીબોએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું. આજે વધુ એક શંકાસ્પદ મ્યુકોર માઈકોસીસના લક્ષણ ધરાવતો દર્દી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવ્યો હતો. જાે કે, તેને જાેખમરૂપ લક્ષણો ન દેખાતાં મેડિસિન આપી રવાના કર્યો હતો. આ રોગના લક્ષણો ધરાવતા સયાજી હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા બાદ વધુ સારવાર માટે અમદાવાદ ખાતે સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવતાં આ રોગ ચર્ચાસ્પદ બન્યો હોવાનું જાણવા મળ્યું છે. 

તબીબી સૂત્રોના જણાવ્યા મુજબ કોરોનાગ્રસ્ત દર્દીઓ ખાસ કરીને રોગપ્રતિકારકશક્તિ ઓછી હોય તેવા દર્દી અને ડાયાબિટીસ કે કિડની, કેન્સર જેવી બીમારી ધરાવતા દર્દીઓમાં આ મ્યુકોર માઈકોસીસ રોગ થતો જાેવા મળે છે અને ચલણ વધુ જાેવા મળે છે. મ્યુકોર માઈકોસીસની સારવાર શક્ય છે, આ રોગ ચેપી નથી અને નવો રોગ પણ નથી, તેનાથી ગભરાવવાની જરૂર નથી, પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે.

આ રોગના લક્ષણો અંગે જણાવતાં ઉમેર્યું હતું કે, કોરોના થયો હોય અને સાજા થયા બાદ સ્વાસ્થ્ય સુધારાના તબક્કામાં હોય અને ખાસ કરીને ૪૦ વર્ષથી વધુ ઉંમરના દર્દીઓ ખાસ કરીને ડાયાબિટીસ સંતુલનમાં ન હોય તેવા દર્દીઓ રોગપ્રતિકારકશક્તિ ઓછી હોય તેવા પ્રકારના દર્દીઓને નાકમાં સાયનસ, ઈન્ફેકશન થતું હોવા મળે છે. વારંવાર શરદી થવી, નાક બંધ થઈ જવું, શ્વાસ લેવામાં તકલીફ થવી, નાકમાંથી ખરાબ પ્રકારની દુર્ગંધ આવતી તેમજ ચહેરાના ગાલ કાળા થવા લાગે છે. આવા લક્ષણો જણાઈ આવે તો નિષ્ણા તબીબોની સલાહ લેવી જાેઈએ. મ્યુકોર માઈકોસીસનું ઈન્ફેકશન થવાની સંભાવના જણાઈ આવે તો દર્દીની શારીરિક સ્થિતિ જાેઈને તેના સીટી સ્કેન, એમઆરઆઈ જેવા રિપોર્ટ કરાવવામાં આવે છે. આ ઉપરાંત ફંગસના સેમ્પલ લઈને બાયોપ્સી માટે પણ મોકલવામાં આવે છે. આ તમામ રિપોર્ટ દ્વારા ફંગસ આંખ, મગજ અને અન્ય કયા ભાગમાં કેટલી સંવેદનશીલતા સાથે ફેલાયેલી છે તે ચકાસીને તેનું નિદાન કરવામાં આવે છે. મ્યુકોર માઈકોસીસની સારવારમાં દર્દીને એમ્ફોટાઈસીન બી નામના ઈન્જેકશનોના ડોઝ ૧૫ થી ૨૧ દિવસ સુધી ચઢાવવામાં આવે છે, જરૂર જણાય તો દૂરબિન વડે નાક વાટે ફંગસ કાઢવા માટે સર્જરી પણ કરવામાં આવે છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution